Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફિલ્મની સ્ક્રિપ્ટ નીરસ જણાઇ, પરંતુ અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમ્રત કૌરે પરીક્ષા પાસ કરી

અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમરત કૌર તેમની અપકમીંગ ફિલ્મ દસવીની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. હવે આખરે આજે આ ફિલ્મ નેટફ્લિક્સ અને જિયો સિનેમામાં રિલીઝ કરવામાં આવી છે.ફિલ્મની વાર્તા આ ફિલ્મ એક અભણ અને ભ્રષ્ટ મુખ્યમંત્રી ગંગા રામ ચૌધરી (અભિષેક બચ્ચન) ના જીવન પર આધારિત છે, જેને કેટલાક ગુનાહિત રેકોર્ડ અને શૈક્ષણિક કૌભાંડને કારણે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે છે. જ્à
11:35 AM Apr 07, 2022 IST | Vipul Pandya
અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમરત કૌર તેમની અપકમીંગ ફિલ્મ દસવીની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. હવે આખરે આજે આ ફિલ્મ નેટફ્લિક્સ અને જિયો સિનેમામાં રિલીઝ કરવામાં આવી છે.

ફિલ્મની વાર્તા 
આ ફિલ્મ એક અભણ અને ભ્રષ્ટ મુખ્યમંત્રી ગંગા રામ ચૌધરી (અભિષેક બચ્ચન) ના જીવન પર આધારિત છે, જેને કેટલાક ગુનાહિત રેકોર્ડ અને શૈક્ષણિક કૌભાંડને કારણે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે છે. જ્યારે તે કસ્ટડીમાં છે, તે દરમિયાન, તેની પત્ની બિમલા દેવી (નિમ્રત કૌર) મુખ્યમંત્રીની ખુરશી સંભાળે છે અને તે આ ખુરશી મેળવીને છે સત્તાના નશામાં તે ખૂબ પ્રભાવિત છે. હવે જેલમાં સ્ટ્રિક્ટ સીઓપી (યામી ગૌતમ)ની એન્ટ્રી છે. તે જેલમાં સ્ટ્રીક ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. તે દરમિયાન તે ગંગારામ સાથે ભીડાઇ જાય છે. દલીલ દરમિયાન, તે ગંગારામને અભણ અને ગમાર કહે છે. આ પછી ગંગા રામ નક્કી કરે છે કે તે ધોરણ 10ની પરીક્ષા પાસ કરશે. પરંતુ અહીં એક શરત રાખવામાં આવી છે કે જો તે પરીક્ષામાં નાપાસ થશે તો મુખ્યમંત્રીની ખુરશી પાછી નહીં માંગે. હવે ગંગા રામે 2 પરીક્ષા પાસ કરવાની છે. તેણે એક તરફ દસમું ઘોરણ પાસ કરવાનું છે તો બીજી તરફ ખુરશી પણ જીતવી પડશે જે હવે તેની પત્ની પાસે છે. હવે ગંગારામ બંને પરીક્ષામાં પાસ થાય છે કે નહીં તે તો ફિલ્મ જોવી પડશે. 

ફિલ્મ રિવ્યુ-  રેટિંગ: 3.5
આ ફિલ્મ દ્વારા શિક્ષણનું મહત્વ જણાવવામાં આવી રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક ફિલ્મની સ્ક્રીપ્ટ જ નબળી લાગે છે. ફર્સ્ટ હાફ સારી કોમેડી અને સામાજીક-રાજકીય સટાયર સાથે ખૂબ જ મજેદાર છે. પરંતુ બીજો ભાગ ઘણો ફ્લેટ બની જાય છે અને તમને લાગશે કે હવે  વાર્તા ખેંચાઇ રહી છે. ફિલ્મ એક સારો સંદેશ આપવા માંગે છે, પરંતુ ક્યાંક એટલો ગૂંચવાડો છે કે વસ્તુઓ યોગ્ય નથી લાગતી. દિગ્દર્શક તુષાર જલોટાએ સંદેશ આપવા માટે એટલા બધા ફેક્ટર મૂક્યા છે કે દર્શકોનું વાર્તા પરથી ધ્યાન હટતું જાય છે. આ કારણે ફિલ્મની શરૂઆત તેના અંત જેટલી સારી નથી રહેતી.
એક્ટીંગમાં દમદાર સાબિત થઇ દસવી 
ફિલ્મમાં તમામ કલાકારોએ પોતાનું કામ સારી રીતે કર્યું છે. અભિષેક, યામી અને નિમરત કૌરે જે રીતે હરિયાણવી ડાયલોગ બોલે છે, તે જોઈને લાગે છે કે આ ત્રણેયની મૂળ ભાષા છે. એવું લાગતું નથી કે તેઓ પ્રયત્ન પૂર્વાક આ ભાષા બોલી રહ્યા છે. યામીનું કડક અને ખડૂસ પોલીસ ઓફિસરનું પાત્ર પણ સારું છે, અભિષેકે મુખ્યમંત્રી, કેદી અને વિદ્યાર્થીનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. અભિષેકની એક્ટિંગમાં પરફેક્ટ મેચ્યોરિટી જોવા મળી રહી છે. જોકે નિમરત કૌર ટોપ કરી જાય છે. તેણે પોતાના કામથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ તેની કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ કામ છે. તે જ્યારે મુખ્યમંત્રી તરીકે શપથ લે છે અને ભાષણ વાંચે છે ત્યારે તે ખૂબ કોમેડી  લાગે છે. ફિલ્મ સારા વિષય પર બની છે. તે રાજકારણ અને શિક્ષણ વિશે વાત કરે છે. ફિલ્મ અમુક જગ્યાએ બ્રેક લેશે, પરંતુ એકંદરે તમને ફિલ્મ ગમશે.જો તમે મૂવી જોવા માંગો છો, તો તમે તેને Netflix અને Jio સિનેમામાં જોઈ શકો છો.
 
Tags :
abhishekbachchanDasviFilmReviewGujaratFirstnirmitkuaryamiguttam
Next Article