સૌરવ ગાંગુલીની બાયોપિક ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર, દાદા આ દિવસે સ્ટોરીને ફાઇનલ કરશે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પર બાયોપિક બનાવવાની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી છે. તેનું નિર્માણ લવ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની બાયોપિકને લઈને છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખીને તૈયાર કરવામાં આવી છે. સૌરવ ગાંગુલી (Sourav Ganguly) 24 જાન્યુઆરીએ તેની બાયોપિક ફિલ્મની સ્ક્રિપ્ટને ફાઈનલ કરàª
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પર બાયોપિક બનાવવાની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી છે. તેનું નિર્માણ લવ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની બાયોપિકને લઈને છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખીને તૈયાર કરવામાં આવી છે. સૌરવ ગાંગુલી (Sourav Ganguly) 24 જાન્યુઆરીએ તેની બાયોપિક ફિલ્મની સ્ક્રિપ્ટને ફાઈનલ કરવા જઈ રહ્યા છે. બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ વાર્તાને અંતિમ સ્વરૂપ આપવા માટે મુંબઈ આવશે.સૌરવ ગાંગુલીના જીવન પર ટૂંક સમયમાં બાયોપિક બનવા જઈ રહી છે. 9 સપ્ટેમ્બર, 2021 ના રોજ, લવ ફિલ્મ્સ અને સૌરવ ગાંગુલીએ સાથે મળીને આ બાયોપિકની જાહેરાત કરી. બે વર્ષના સંશોધન બાદ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર થઈ ગઈ છે. પરંતુ મેકર્સ આગળનું કામ શરૂ કરતા પહેલા સૌરવ ગાંગુલી પાસેથી પરવાનગી લેવા માંગે છે. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સોમવારે રાત્રે તેના મિત્ર સંજય દાસ સાથે ફિલ્મની સ્ક્રિપ્ટને લીલી ઝંડી આપવા માટે મુંબઈ જઈ રહ્યા છે.સૂત્રોના જણાવ્યા મુજબ, સૌરવ ગાંગુલી મંગળવારે મુંબઈમાં ફિલ્મના નિર્માતાઓ અને લેખકો સાથે બેસીને આગળના કામ માટે સ્ક્રિપ્ટની પુષ્ટિ કરશે. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરવ ગાંગુલી બાયોપિકમાં બિલકુલ ઉતાવળ કરવા નથી માંગતા. તે ઇચ્છે છે કે બધું સરળ રીતે કરવામાં આવે જેથી કરીને તે સારી રીતે બની શકે.સૌરવ ગાંગુલીના જીવન પર ફિલ્મ બનાવતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, અઝહરુદ્દીન અને કપિલ દેવ પર પણ બાયોપિક બનાવવામાં આવી છે. આ બાયોપિકમાં ગાંગુલીનું પાત્ર કોણ ભજવશે તેની કોઈ માહિતી નથી. આ ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડ રૂપિયા હશે.
આ પણ વાંચો - 10 વર્ષીય યુવા મલ્લખંભ ખેલાડી શૌર્યજીતની રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે પસંદગી, વડાપ્રધાન પણ છે તેના જબરાફેન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement