ભગવા બિકીની વિવાદ હવે ગુજરાત પહોંચ્યો, રાજભા ગઢવીએ કર્યો વિરોધ
બોલિવુડ (Bollywood) અભિનેતા શાહરુખખાન (Shah Rukh Khan)ની પઠાણ ( Pathan) ફિલ્મનો દેશભરમાં થઇ રહેલો વિરોધ અને વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજભા ગઢવી (Rajbha Gadhvi)એ ફિલ્મ અંગે નિવેદન આપ્યું છે કે આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ થવા દેવી ના જોઇએ. તેમણે આરોપ સાથે આક્રોષ વ્યક્ત કર્યો કે 75 વર્ષ સુધી સનાતન ધર્મનું બોલિવુડે ખરાબ કર્યુ છે. દેશભરમાં ફિલ્મનો વિરોધ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનનà
બોલિવુડ (Bollywood) અભિનેતા શાહરુખખાન (Shah Rukh Khan)ની પઠાણ ( Pathan) ફિલ્મનો દેશભરમાં થઇ રહેલો વિરોધ અને વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજભા ગઢવી (Rajbha Gadhvi)એ ફિલ્મ અંગે નિવેદન આપ્યું છે કે આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ થવા દેવી ના જોઇએ. તેમણે આરોપ સાથે આક્રોષ વ્યક્ત કર્યો કે 75 વર્ષ સુધી સનાતન ધર્મનું બોલિવુડે ખરાબ કર્યુ છે.
દેશભરમાં ફિલ્મનો વિરોધ
ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું એક સોંગ તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીતમાં અભિનેત્રી દિપીકા પદુકોણેએ ભગવા રંગની બિકીની પહેરી હોવાનો આરોપ લાગ્યો છે. ભગવા રંગની બિકીની વિવાદ દેશમાં વકરી રહ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. વીએચપીએ ગીતના કેટલાક સીન હટાવવાની માગ કરી હતી. આરએસએસએ પણ સીન બદલવાની માગ કરી છે. મધ્યપ્રદેશના મંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ મધ્યપ્રદેશમાં ફિલ્મને રિલીઝ થવા નહીં દેવાય તેમ કહીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
શું કહ્યું રાજભા ગઢવીએ ?
હવે આ ફિલ્મનો વિવાદ ગુજરાત પહોંચ્યો છે. ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજભા ગઢવીએ કહ્યું છે કે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન થવા દેવી જોઈએ. તેમણે કહ્યું કે બોલિવુડમાં સનાતન પરંપરાને ખરાબ દેખાડવા પ્રયાસ કરાયો છે. તેમણે કહ્યું કે ખાસ કરીને સનાતન પરંપરાને ખરાબ દેખાડવાની કોશિશો થતી આવે છે. પઠાણ ફિલ્મનું ગીત રીલીઝ થયું છે તેમાં અભિનેત્રીએ ભગવું પહેર્યું છે. ગુજરાતીઓને કહું છું કે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવા દેવી ના જોઇએ. આપણી ભાવના અને પરંપરા અને સનાતન ધર્મ સાથે હિન્દુત્વ સાથે ખરાબ કરવું બોલીવુડે નક્કી કર્યું છે. 75 વર્ષ સુધી કર્યું હજુ પણ ચાલું છે. ભગવા પહેરાવી અશ્લિલ ડાન્સ કરાવ્યો છે તે સહન ના કરવું જોઇએ. સેન્સર બોર્ડે પણ કંઇ કરવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મ ભારતમાં પણ રિલીઝ ના થવી જોઇએ. તેમણે આરોપ લગાવ્યો કે 75 વર્ષ સુધી સનાતન ધર્મનું બોલિવુડે ખરાબ કર્યુ છે. જાતે કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરો તેમ તેમણે જણાવ્યું હતું.
મહંત યોગી દેવનાથબાપુનું નિવેદન
શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ક્ચ્છ ભરૂડિયા એકલધામના મહંત યોગી દેવનાથબાપુનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે લોકોને આ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement