Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયા-યુક્રેન યુદ્ધની આ દેશ પર થઇ ખરાબ અસર, ભારત પાસે માંગી મદદ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે દુનિયાના ઘણા દેશ આજે મુશ્કેલીમાં આવી ગયા છે. યુદ્ધ ક્યારે કોઇના માટે ફાયદાકારક સાબિત થઇ શકે નહીં. ઘણીવાર ખબર હોવા છતા યુદ્ધ સુધી  વાત પહોંચી જ જાય છે. તાજેતરમાં રશિયા-યુક્રેન યુદ્ધથી ખાસ કરીને યુરોપના દેશ સંકટમાં આવી ગયા છે. રશિયાના યુદ્ધનો શંખનાદ કર્યા બાદથી પરિસ્થિતિ ખરાબ બનતી જઇ રહી છે. યુએસ અને અન્ય યુર
રશિયા યુક્રેન યુદ્ધની આ દેશ પર થઇ ખરાબ અસર  ભારત પાસે માંગી મદદ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે દુનિયાના ઘણા દેશ આજે મુશ્કેલીમાં આવી ગયા છે. યુદ્ધ ક્યારે કોઇના માટે ફાયદાકારક સાબિત થઇ શકે નહીં. ઘણીવાર ખબર હોવા છતા યુદ્ધ સુધી  વાત પહોંચી જ જાય છે. તાજેતરમાં રશિયા-યુક્રેન યુદ્ધથી ખાસ કરીને યુરોપના દેશ સંકટમાં આવી ગયા છે. 
રશિયાના યુદ્ધનો શંખનાદ કર્યા બાદથી પરિસ્થિતિ ખરાબ બનતી જઇ રહી છે. યુએસ અને અન્ય યુરોપિયન દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે તેલ અને કુદરતી ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. રશિયા અને યુક્રેન ક્ષેત્રના મોટાભાગના દેશ આ બંને પાસેથી મોટાભાગનો ઘઉં ખરીદે છે, પરંતુ યુદ્ધને કારણે ઘણા દેશને ઘઉંનો પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. લેબનોન પણ એ જ દેશમાં સામેલ છે જે તેનો 60 ટકા ઉપયોગ રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. પરંતુ હવે લેબનાનની સામે ખાદ્યપદાર્થનું ઊંડું સંકટ ઊભું થયું છે, જે પછી તે મદદ માટે ભારત આવ્યું છે. તુર્કીની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, લેબનાનના અર્થતંત્ર અને વેપાર મંત્રી અમીન સલામે લેબનાનમાં ભારતના રાજદૂત ડૉ.સોહેલ એજાઝ ખાન સાથે મુલાકાત કરી છે. આ બેઠક દરમિયાન લેબનાનના મંત્રીએ ભારતીય રાજદૂતને રશિયન હુમલાને કારણે ઉભી થયેલી ખાદ્ય સંકટમાં લેબનનને મદદ કરવા માટે આહ્વાન કર્યું હતું.
લેબનાનમાં ખાદ્ય સંકટ ઉભુ થયું છે જેના કારણે હવે આ દેશને ભારતની મદદે આવવું પડ્યું છે. લેબનાનના અર્થતંત્ર અને વેપાર મંત્રી અમીન સલામે લેબનાનમાં ભારતના રાજદૂત ડૉ.સોહેલ એજાઝ ખાન સાથેની મીટિંગ પછી, લેબનીઝ ઈકોનોમી મિનિસ્ટ્રીએ પણ એક નિવેદન બહાર પાડ્યું જેમાં અમીન સલામને ટાંકીને કહેવામાં આવ્યું કે, 'સલામ લેબનાનમાં ભારતના રાજદૂત ડૉ. સોહેલ એજાઝ ખાનને તેમની ઓફિસમાં મળ્યા હતા. ભારતના રાજદૂતે તેમને ખાતરી આપી હતી કે ભારત પાસે ઘઉંનો પૂરતો સ્ટોક છે અને તે જરૂરી જથ્થો લેબનાન પહોંચાડશે. આ બેઠકનો હેતુ યુક્રેન સંકટ બાદ ઉભી થયેલી ખાદ્ય સંકટની સ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરવાનો હતો.
Advertisement
Tags :
Advertisement

.