Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એલોન મસ્ક એકવાર ફરી કોરોના સંંક્રમિત, ટેસ્ટિંગ પર ઉઠાવ્યા હતા સવાલ

ચીનમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ હવે વિશ્વ એકવાર ફરી આ મહામારીની ઝપટમાં જાય તેવી ચર્ચાઓને જોર મળ્યું છે. વળી દુનિયાના સૌથી ધનિક શખ્સ એલોન મસ્કને એકવાર ફરી કોરોના થયા બાદ આ વાતને નકારી શકાય તેમ નથી. દુનિયાના સૌથી ધનિક શખ્સ એલોન મસ્ક પોતાનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એલોન મસ્કે સોમવારે ટ્વિટર દ્વારા જણાવ્યું કે, તેમને ફરી એકવાર કોવિડ-19
એલોન મસ્ક એકવાર ફરી કોરોના સંંક્રમિત  ટેસ્ટિંગ પર ઉઠાવ્યા હતા સવાલ
Advertisement
ચીનમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ હવે વિશ્વ એકવાર ફરી આ મહામારીની ઝપટમાં જાય તેવી ચર્ચાઓને જોર મળ્યું છે. વળી દુનિયાના સૌથી ધનિક શખ્સ એલોન મસ્કને એકવાર ફરી કોરોના થયા બાદ આ વાતને નકારી શકાય તેમ નથી. 
દુનિયાના સૌથી ધનિક શખ્સ એલોન મસ્ક પોતાનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એલોન મસ્કે સોમવારે ટ્વિટર દ્વારા જણાવ્યું કે, તેમને ફરી એકવાર કોવિડ-19 થયો છે. જો કે, તેમણે કહ્યું કે, આ વખતે તેમને તેના કોઈ લક્ષણો નથી. એલોન મસ્કે લખ્યું, 'કોવિડ સતત રંગ બદલી રહ્યો છે. એવું લાગે છે કે, મને ફરીથી કોરોના થયો છે, પરંતુ કોઈ લક્ષણ નથી. અગાઉ નવેમ્બર-2020માં પણ એલોન મસ્કને કોવિડ-19 થયો હતો. ટેસ્લાના CEOએ લખ્યું, 'અલગ-અલગ લેબમાં અલગ-અલગ પરિણામો મળી રહ્યા છે. પરંતુ આ વખતે હળવા કોવિડની તમામ શક્યતાઓ છે. 

મહત્વનું છે કે, પોતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મસ્કે હવે સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે. અહીં એક જ દિવસમાં બે વખત કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ-નેગેટિવ આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ડિસેમ્બર-2021માં એક ઈન્ટરવ્યૂં દરમિયાન એલોન મસ્કએ કહ્યું હતું કે, તેમને અને તેમના બાળકોને કોવિડની રસી મળી ગઈ છે. છેલ્લી વખત એલોન મસ્કને વર્ષ 2020માં કોરોના થયો હતો. પછી મસ્કે ટ્વિટર પર લખ્યું, 'લક્ષણો દર્શાવ્યા પછી, એક જ દિવસમાં ચાર વખત કોરોના ટેસ્ટ કરાવ્યો. બે પોઝિટિવ અને બે નેગેટિવ હતા. એ જ મશીન, એ જ ટેસ્ટ, એ જ નર્સ. એક રીતે તેમણે ટેસ્ટિંગની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×