Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજીવ ગાંધીના હત્યારાને છોડી મુકવો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસનું રિએકશન

રાજીવ ગાંધીના હત્યારા એ.જી.પેરારીવલનને છોડી મુકવામાં આવતાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકારમાં રાજીવ ગાંધીના હત્યારાને છોડી મુકવામાં આવ્યો છે, મોદી જણાવે કે આ જ રાષ્ટ્રવાદ છે. રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી દુખી છીએ. આ ચૂકાદો દુર્ભાગ્યપૂર્
રાજીવ ગાંધીના હત્યારાને છોડી મુકવો દુર્ભાગ્યપૂર્ણ  કોંગ્રેસનું રિએકશન
રાજીવ ગાંધીના હત્યારા એ.જી.પેરારીવલનને છોડી મુકવામાં આવતાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકારમાં રાજીવ ગાંધીના હત્યારાને છોડી મુકવામાં આવ્યો છે, મોદી જણાવે કે આ જ રાષ્ટ્રવાદ છે. 
રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી દુખી છીએ. આ ચૂકાદો દુર્ભાગ્યપૂર્ણ છે. કારણ કે કોર્ટે રાજીવ ગાંધીના હત્યારાને છોડી દીધો છે.
તેમણે કહ્યું કે તમિલનાડુના તત્કાલીન ગવર્નર બનવારીલાલ પુરોહિત અને રાષ્ટ્રપતિએ નિર્ણય ના કરતાં કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આજે દેશ માટે દુખભર્યો દિવસ છે. રાજીવ ગાંધી કોંગ્રેસના નેતા જ નહી પણ દેશના વડાપ્રધાન હતા. 
ઉલ્લેખનિય છે કે રાજીવ ગાંધી હત્યા કેસના એક આરોપી એ.જી.પેરારીવલનને આજે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પેરારીવલનને છોડ઼ી મુકવાનો આદેશ કર્યો છે. અદાલતે જેલમાં સારા વર્તાવના કારણે તેને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ એલ.નાગેશ્વરની બેંચે આર્ટિકલ 142નો ઉપયોગ કરીને તેને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. 
પેરારીવલન 30 વર્ષ કરતા લાંબા સમયથી જેલમાં બંધ હતો. આર્ટિકલ 142 સુપ્રીમ કોર્ટને કોઇ પણ પડતર મામલા અથવા કોઇ પણ મામલામાં ન્યાય માટે જરુરી આદેશ જાહેર કરવાનો અધિકાર આપે છે. આ અગાઉ 9 માર્ચે પેરારીવલનને જામીન આપ્યા હતા અને હવે તેને છોડી મુકયો છે. 
કોંગ્રેસ ભલે આ ચૂકાદાનો વિરોધ કરે પણ તમિલનાડુમાં ડીએમકેએ આ ચૂકાદાનું સ્વાગત કર્યું હતું. સત્તાધારી ડીએમકેના પ્રવક્તાએ આ ચૂકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારના પ્રયાસોથી આ થયું છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ પોતાના પિતાના હત્યારાને માફ કરી રહ્યા છે અને જેથી રાહુલ ગાંધીની પ્રશંસા થવી જોઇએ. 
Advertisement
Tags :
Advertisement

.