Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડૉલરનું શાસન ખતમ થશે, વૈશ્વિક સ્તરે વેપાર માટે ડિજિટલ કરન્સી ઉપલબ્ધ થશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં ડિજિટલ કરન્સી (Digital Currency) રજૂ કરી છે. આ ઐતિહાસિક પગલું સરકારની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરશે. એટલું જ નહીં પરંતુ યુએસ ડૉલરના વર્ચસ્વને પણ ફટકો આપશે. જો નિષ્ણાંતોનું માનીએ તો યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ જે રીતે રશિયાના વિદેશી મુદ્રા ભંડાર પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના કારણે ઘણા દેશો સમજી ગયા કે વૈશ્વિક વેપાર માટે ડૉલર પર નિર્ભર ન
02:09 AM Dec 26, 2022 IST | Vipul Pandya
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં ડિજિટલ કરન્સી (Digital Currency) રજૂ કરી છે. આ ઐતિહાસિક પગલું સરકારની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરશે. એટલું જ નહીં પરંતુ યુએસ ડૉલરના વર્ચસ્વને પણ ફટકો આપશે. જો નિષ્ણાંતોનું માનીએ તો યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ જે રીતે રશિયાના વિદેશી મુદ્રા ભંડાર પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના કારણે ઘણા દેશો સમજી ગયા કે વૈશ્વિક વેપાર માટે ડૉલર પર નિર્ભર ન રહી શકાય. 
ડિજિટલ કરન્સી વિશ્વભરના દેશોની આ ચિંતા ઓછી કરી શકે છે. પહેલા ઈરાન અને હવે રશિયાએ બતાવેલા માર્ગની આગામી દિવસોમાં એવી અસર પડી શકે છે કે ભારત અન્ય દેશો સાથે વેપારમાં રૂપિયાની લેવડ-દેવડના વિકલ્પ પર ભાર મૂકશે. તેના કારણે ડોલર પરની નિર્ભરતા ઓછી થશે અને નિકાસને વેગ મળશે. આરબીઆઈ (RBI)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય કુમાર ચૌધરીનું કહેવું છે કે, ડિજિટલ કરન્સી સિસ્ટમમાં કાર્યક્ષમતા લાવશે. સાથે જ વિદેશી ચુકવણીઓને પણ પ્રોત્સાહન આપશે. સામાજિક અને આર્થિક પરિણામોના કારણે થતા નુકસાનને પણ ટાળી શકાશે.
ડિજિટલ રૂપિયાનો ઉપયોગ UPI, NEFT, RTGS, IMPS, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા ચૂકવણી માટે કરી શકાય છે. આ પરંપરાગત ઓનલાઈન વ્યવહારોથી અલગ છે.
આ પણ વાંચો - નાના મુકેશ અંબાણી મળવા પહોંચ્યા ઈશાના ટ્વીન્સ બાળકો, આટલા કિલો સોનું દાન કરશે પરિવાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmericaDependDigitalCurrenciesDollarGlobalTradeGujaratFirst
Next Article