Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશવ્યાપી વિરોધ વચ્ચે આ દિવસથી શરુ થશે અગ્નિવીરની ભરતી પ્રક્રિયા, સેના પ્રમુખનું મોટું નિવેદન

અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. 15 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ હિંસાના સમાચાર સામે આવ્યા છે.  સડકથી લઇને રેલ્વે ટ્રેક સુધી યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. અનેક ટ્રેનોમાં આગ લગાવવામાં આવી છે. તો આ વિરોધ પ્રદર્શન દરમિયાન બે લોકોના મોત પણ થયા છે. પોલીસ દ્વારા કેટલાય પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે.આ તમામ પરિસ્થિતિ વચ્ચે  આર્મી ચીફ અને એરફ
દેશવ્યાપી વિરોધ વચ્ચે આ દિવસથી શરુ થશે અગ્નિવીરની ભરતી પ્રક્રિયા  સેના પ્રમુખનું મોટું નિવેદન
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. 15 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ હિંસાના સમાચાર સામે આવ્યા છે.  સડકથી લઇને રેલ્વે ટ્રેક સુધી યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. અનેક ટ્રેનોમાં આગ લગાવવામાં આવી છે. તો આ વિરોધ પ્રદર્શન દરમિયાન બે લોકોના મોત પણ થયા છે. પોલીસ દ્વારા કેટલાય પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે.
આ તમામ પરિસ્થિતિ વચ્ચે  આર્મી ચીફ અને એરફોર્સ વડાએ અગ્નિવીરની ભરતી અંગે મોટી માહિતી આપી છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ શુક્રવારે કહ્યું કે અગ્નીવીરની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 2022ની અગ્નિપથ યોજના હેઠળ વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરવાના સરકારના નિર્ણયથી એવા યુવાનોને તક મળશે જેઓ સેનામાં જોડાવા માટેની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે કારણે જોડાઇ નથી શક્યા. કરી શકે છે. તો વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે ભારતીય વાયુસેના માટે અગ્નિવીરની ભરતી પ્રક્રિયા આગામી શુક્રવાર એટલે કે 24 જૂનથી શરૂ કરવામાં આવશે.
પહેલી બેચ ક્યારે જોડાશે?
મનોજ પાંડેએ જણાવ્યું કે બે દિવસમાં http://joinindianarmy.nic.in પર સૂચના જારી કરવામાં આવશે. તે પછી સેનાની ભરતી સાથે સંકળાયેલી સંસ્થાઓ નોંધણી અને રેલીનું સમયપત્રક વિગતવાર જાહેર કરશે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં અમે સુનિશ્ચિત કરીશું કે જેટલા યુવાનો અથવા બને તેટલા ઉમેદવારોને તૈયારી અને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવે. મનોજ પાંડેએ કહ્યું કે 'અગ્નવીર' ડિસેમ્બર (2022)થી રેજિમેન્ટલ કેન્દ્રોમાં જોડાશે અને આવતા વર્ષના મધ્ય સુધીમાં ઓપરેશનલ અને નોન-ઓપરેશનલ તૈનાત કરવામાં આવશે.
યુવાનો હજુ જાગૃત નથી...
અગ્નિપથ યોજના અંગે ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ કહ્યું કે અમારા તમામ એકમો અગ્નિપથ યોજનાને અપનાવવા સંપૂર્ણ રીતે તૈયાર અને આતુર છે. મને લાગે છે કે યુવાનો હજુ આ યોજના વિશે સંપૂર્ણ રીતે જાગૃત નથી. એકવાર યુવાનો આ યોજના વિશે સમજી જશે, પછી તેઓ માનશે કે આ યોજના ફક્ત યુવાનો માટે જ નહીં, પરંતુ દેશ અને ત્રણેય ભારતીય સેનાઓ માટે પણ ફાયદાકારક છે. છેલ્લા 2 દિવસમાં અમારા મંત્રાલય, રાજ્ય સરકારો અને ઘણી એજન્સીઓએ પણ આ યોજનાને લઈને ઘણી પહેલ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.