Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વલસાડની પ્રખ્યાત ગાયિકા વૈશાલીના કમોત પાછળનું કારણ

ગઈકાલે વલસાડની જાણીતી સિંગર વૈશાલી  બલસારાનો મૃતદેહ પાર નદી કિનારે બંધ કારમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસને માહિતી મળતી હતી કે કારમાં કોઈ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કારમાં તપાસ કરતા એક યુવતીનો મૃતદેહ ગાડીની પાછળની સà«
01:33 PM Aug 29, 2022 IST | Vipul Pandya
ગઈકાલે વલસાડની જાણીતી સિંગર વૈશાલી  બલસારાનો મૃતદેહ પાર નદી કિનારે બંધ કારમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસને માહિતી મળતી હતી કે કારમાં કોઈ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કારમાં તપાસ કરતા એક યુવતીનો મૃતદેહ ગાડીની પાછળની સીટ પર મળી આવ્યો હતો. 
પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો કે આ યુવતી કોણ છે?? ત્યારે પારડી પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ કારના માલિક અંગે માહિતી મેળવી હતી અને ત્યારે પારડી પોલીસને જાણવા મળ્યું હતું કે આ કાર વલસાડની વૈશાલી બલસારાના નામે છે ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. વૈશાલી બલસારા ગુમ થયાની ફરિયાદ તેના પતિ હિતેશ બલસારાએ શનિવાર રાત્રે બે વાગ્યે નોંધાવી હતી. જે મામલે વલસાડ સિટી પોલીસ તપાસ કરી રહી હતી. આમ પારડી પોલીસે વલસાડ સિટીનો સંપર્ક કરી ફરિયાદી હિતેશ બલસારાને તાત્કાલિક પારડી બોલાવ્યો હતો અને કારમાં રહેલી યુવતીની ઓળખ કરી હતી ત્યારે હિતેશ બરસારાએ તેની પત્ની વૈશાલી બલસારાની ઓળખ કરી લીધી હતી. પોલીસે આ મામલે મોતનું સાચું કારણ શોધવા માટે વૈશાલીના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો
આજે વલસાડના સિંગર વૈશાલી બલસારા મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે. વૈશાલીનું ગળુ દબાવીને હત્યા થઈ હોવાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.  પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ તેજ કરતા વૈશાલીના તમામ મિત્રોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. વૈશાલીના ભૂતકાળ અને વર્તમાન સંપર્કોને ખંખોળવામાં આવી રહ્યા છે. 31 ડિસેમ્બરે વલસાડ પોલીસે રેડ પાડીને વૈશાલીના ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જ્યાં વૈશાલી અને તેના મિત્રો દારૂ પાર્ટી કરી રહ્યા હતા. ત્યારથી લઈના હાલ સુધીના તમામ પાસાઓને સાંકળી પોલીસ તપાસ કરી રહી છે. 
વલસાડ જિલ્લાની જાણીતી સિંગર વૈશાલી બલસારા નું મોટું નામ છે. તો તેનો પતિ હિતેશ બલસારા પણ સિંગર છે અને સ્ટેજ શોમાં ગિટાર પણ વગાડે છે. બંને પતિ પત્ની સ્ટેજ  શો કરી પોતાનું ગુજરાન  ચલાવે છે. પતિ હિતેશ બલસારા એ  શનિવાર રાત્રે બે વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોતાની પત્ની મોડીરાત  સુધી ઘરે ન આવ્યા હોવાની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પોતાની બહેનપણીને મળવા જઈ જવાનું છે એમ કહીને બહાર નીકળેલી વૈશાલી નો મૃતદેહ પાર નદી કિનારે કારની પાછળની સીટમાં મળી આવ્યો હતો.  વૈશાલીની મોત પાછળ કયા કારણો જિમ્મેદાર છે તે મામલે પર તપાસ શરૂ કરી છે. વલસાડ થી વૈશાલી પારડીના  પાર નદી સુધી કઈ રીતે પહોંચી? તે પણ તપાસનો વિષય છે. આવા  તમામ સવાલો ના જવાબ મેળવવા માટે વલસાડ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. 
Tags :
GujaratFirstthefallofThereasonbehindVaishaliofValsad
Next Article