Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડાયરામાં ચલણી નોટોનો વરસાદ એટલો થયો કે ગણવાવાળા પણ થાકી ગયા

જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાતભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને જામનગરના મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જામનગરની જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, અને સતત પાંચ દિવસ સુધી પ્રત્યેક કાર્યક્રમમાં કલાકારોની કલાથી પ્રભાવિત થઈને યજમાન પરિવાર અà
06:28 AM May 06, 2022 IST | Vipul Pandya
જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાતભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને જામનગરના મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જામનગરની જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, અને સતત પાંચ દિવસ સુધી પ્રત્યેક કાર્યક્રમમાં કલાકારોની કલાથી પ્રભાવિત થઈને યજમાન પરિવાર અને તેમના કુટુંબીજનો ઉપરાંત બહારગામથી આવનારા મહેમાનો વગેરેએ ભારે નોટોનો વરસાદ કર્યો છે.
તેમાંય ખાસ કરીને ગઈકાલે રાત્રે કિર્તીદાનભાઈ ગઢવી કિંજલબેન દવે અને નિશાબેન બારોટના કંઠેથી રજૂ થયેલા લોક સંગીત અને દાંડીયારાસના કાર્યક્રમમાં એવી તે જમાવટ હતી, કે જામનગર ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો, અને મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો. જામનગરના હકુભા જાડેજાના પરિવાર તથા તેમના સગાસંબંધીઓ, ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજા, જામનગરના અગ્રણી બિલ્ડર એવા મેરામણભાઇ પરમાર, ઉપરાંત રાજ્યભરમાંથી આવેલા અન્ય ધારાસભ્યો, તથા જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો દ્વારા એવો તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, કે ચોતરફ નોટોના ઢગલા થઈ ગયા હતા.
500ના દરની ઉપરાંત 100, 50, 20 અને 10 સહિતની તમામ ચલણી નોટોના નવાનક્કોર બંડલો જ એકસાથે ઉડતા જોવા મળ્યા હતા. કથા મંડપના એક સ્થળે કોથળા ભરી ભરીને ચલણી નોટો ઠાલવવામાં આવી હતી, અને તેને ગણવા માટેની આયોજકોની ટીમ ચલણી નોટો એકત્ર કરતા જ થાકી ગઈ હતી. ઉપરાંત ચલણી નોટો ગણવા માટે સમગ્ર રાત્રિ પણ ટૂંકી પડી હતી. જે પણ એક જામનગર માટેનો નવો કીર્તિમાન છે.
Tags :
currencynotesGujaratGujaratFirstJamnagarnightprogram
Next Article