કાસીયા સાસણ રોડને ડામરનો કરવાની દરખાસ્ત નામંજૂર કરાઇ
વિસાવદરથી સાસણ જવા માટે કાસિયાથી સાસણ સુધીનો 14 કિલોમીટરનો રસ્તો જંગલમાંથી પસાર થાય છે. વિસાવદર અને તાલાળા બંને તાલુકાના લોકોની માંગને ધ્યાને લઈ માર્ગ મકાન વિભાગ દ્વારા જુનાગઢના સાંસદ અને ભાજપ અગ્રણીઓની ભલામણના આધારે આ રસ્તાને ડામરથી મઢવા સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડે નામંજુર કરી દેતા રોષ ફેલાયો છે.વર્ષોથી માર્ગ મ
12:33 PM Jul 05, 2022 IST
|
Vipul Pandya
વિસાવદરથી સાસણ જવા માટે કાસિયાથી સાસણ સુધીનો 14 કિલોમીટરનો રસ્તો જંગલમાંથી પસાર થાય છે. વિસાવદર અને તાલાળા બંને તાલુકાના લોકોની માંગને ધ્યાને લઈ માર્ગ મકાન વિભાગ દ્વારા જુનાગઢના સાંસદ અને ભાજપ અગ્રણીઓની ભલામણના આધારે આ રસ્તાને ડામરથી મઢવા સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડે નામંજુર કરી દેતા રોષ ફેલાયો છે.
વર્ષોથી માર્ગ મકાન વિભાગ હસ્તક રહેલો કાસિયા સાસણ રોડ સોમનાથ અને જુનાગઢ જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો છે. આ ઉપરાંત તાલાળા વિસાવદર, સોમનાથ, સતાધાર, સાસણ સતાધાર સહિતના યાત્રાધામ અને પ્રવાસ સ્થળો વચ્ચેનો એક કડી સમાન આ રોડ છે. તાલાળા અને વિસાવદર પંથક વચ્ચે મોટો વ્યવહારિક નાતો પણ છે, જેથી બંને જિલ્લાના અગ્રણીઓ અને રાજકીય લોકો આ રોડ બનાવવા વર્ષોથી માંગ કરી રહ્યા છે.
14 કિલોમીટરના આ જંગલના રસ્તાની માલિકી માર્ગ અને મકાન વિભાગની છે પરંતુ આ રસ્તો જંગલમાંથી પસાર થતો હોય જેથી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની મંજૂરી લેવાની હોય છે, તે પ્રક્રિયા મુજબ 7 મીટર પહોળાઈનો રસ્તો કરવા માટે માર્ગ મકાન વિભાગમાં દરખાસ્ત કરી હતી. પહેલા 10 મીટર રસ્તો પહોળો કરવા માટેની દરખાસ્ત કરવાનું નક્કી થયું હતું ત્યાર બાદ વૃક્ષોનું કટીંગ થાય તેમ હોવાથી રસ્તાની પહોળાઈ 7 મીટર રાખવાનું નક્કી કરી તેમાં વચ્ચે 12 નાના મોટા પુલ બનાવવા સહિતની તમામ ડિઝાઇનો તૈયાર કરી સ્ટેટ બોર્ડમાં મૂકવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકારના સ્ટેટ બોર્ડે આ દરખાસ્તના મંજૂર કરતા વિસાવદર તાલાળા પંથકમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
Next Article