ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાન આવતીકાલે દિયોદરમાં, બનાસ ડેરીમાં વિકાસ યોજનાનો પ્રારંભ કરાવશે

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે મંગળવારે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બનાસ ડેરીના શંકર ચૌધરીએ કહ્યું હતું કે 151 વિઘા જમીન પર પ્લાન્ટ શરૂ કરાયો છે અને તેના થકી 50 લાખ લીટર કેપેસિટી વધારી શકાશે શંકર ચૌધરીએ જણાવ્યું કે ડેરીમાં   40 લાખ લીટર દૂધ દૈનિક ઉત્પાદિત કરવામાં 50 વર્ષ લાગ્યા હતા પણ હવે 90 લાખ લીટર દૈનિક દૂધનું ઉત
12:59 PM Apr 18, 2022 IST | Vipul Pandya
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે મંગળવારે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બનાસ ડેરીના શંકર ચૌધરીએ કહ્યું હતું કે 151 વિઘા જમીન પર પ્લાન્ટ શરૂ કરાયો છે અને તેના થકી 50 લાખ લીટર કેપેસિટી વધારી શકાશે 
શંકર ચૌધરીએ જણાવ્યું કે ડેરીમાં   40 લાખ લીટર દૂધ દૈનિક ઉત્પાદિત કરવામાં 50 વર્ષ લાગ્યા હતા પણ હવે 90 લાખ લીટર દૈનિક દૂધનું ઉત્પાદનનો વર્લ્ડ રેકોર્ડ સર્જાવા જઇ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે પ્લાન્ટની મશીનરી 3-3 મહિના સુધી સમુદ્રમાં રહી હતી અને કોરોનાકાળમાં જ  સમગ્ર પ્લાન્ટ 2 વર્ષમાં તૈયાર કરાયો
તેમણે કહ્યું કે ઇ ડેરી કન્સેપ્ટથી તથા ફેસલેસ કામગીરી થશે તથા ખેડૂતોને પૈસા સીધા ખાતામાં મળશે.તેમણે કહ્યું કે  ખેડૂતોને રૂ.1100 કરોડ આપ્યા તથા દૂધની કિંમત ઉપરાંતના પૈસા આપવામાં આવ્યા છે. વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં 3.5 લાખ કાંકરેજી ગાય છે અને ડેરી દ્વારા ગાય સંવર્ધનનું કામ પણ કરવામાં આવે છે. બ્રીડ અપગ્રેડેશનની કામગીરી પણ ચાલુ છે. તેમણે કહ્યું કે 2014માં 800 કરોડની એસેટ હતી, હવે 3400 કરોડની એસેટ બની છે.  સહકારી ક્ષેત્રે સફળતાથી આ શક્ય બન્યું છે. 
શંકર ચૌધરીએ જણાવ્યું કે કોરોનાકાળમાં પણ પ્લાન્ટ ચાલુ રહ્યા હતા તથા કોઈ કર્મચારીઓએ પણ પ્લાન્ટ બંધ કરવાની માગણી કરી ન હતી. અત્યારે પ્લાન્ટનું ટર્નઓવર 15000 કરોડનું છે. તેમણે જાહેરાત કરતાં કહ્યું કે અમુલ હવે ઘઉંનો લોટ વેચાણ કરશે અને બે મહિના બાદ લોટ લોન્ચ કરાશે
 
તેમણે માહિતી આપતાં કહ્યું કે આવતી કાલે મંગળવારથી પીએમના હસ્તે રેડિયો સ્ટેશન લોન્ચ કરાશે. લોકશિક્ષણ માટે રેડિયો શરૂ કરાયો છે અને રેડિયોને મોબાઈલ એપ સાથે કનેક્ટ કર્યો છે. ખેડૂતોની સફળતાની વાતો રેડિયો પર કરાશે. રેડિયોમાં સ્થાનિક યુવક યુવતીઓ RJ તરીકે કામ કરશે.  અમુલ બ્રાન્ડ હેઠળ આલુ ટીક્કી, ફ્રેન્ચ ફરાઈઝ, બર્ગર સહિત 4 વસ્તુઓ બનાવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 
Tags :
BanasDairyGujaratFirstNarendraModishankarchaudhari
Next Article