Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાનશ્રીએ શિક્ષક દિને કરી આ જાહેરાત, જાણો

શિક્ષક દિને વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે કે પીએમ શ્રી  (PM-SHRI)  યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે શિક્ષક દિવસ પર મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે. પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ, સમગ્ર ભારતમાં 14,500 શાળાઓને વિકસિત અને અપગ્રેડ કરવામાં આવશે. આ મોડેલ શાળાઓ બનશે જે રાષ્ટ્રીય શિક્ષણ
04:41 PM Sep 05, 2022 IST | Vipul Pandya

શિક્ષક દિને વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે કે પીએમ શ્રી  (PM-SHRI)  યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે શિક્ષક દિવસ પર મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે. પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ, સમગ્ર ભારતમાં 14,500 શાળાઓને વિકસિત અને અપગ્રેડ કરવામાં આવશે. આ મોડેલ શાળાઓ બનશે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ની સંપૂર્ણ ભાવનાને સમાવિષ્ટ કરશે.

 

પીએમ મોદીએ કહ્યું કે  PM-SHRI  યોજનાથી શાળાઓમાં શિક્ષણ આપવાનો આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી માર્ગ સાબિત થશે. આધુનિક ટેકનોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમત અને વધુ સહિત આધુનિક ઇન્ફ્રા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રને બદલી નાખ્યું છે. મને ખાતરી છે કે  PM-SHRI સ્કૂલ NEPની ભાવનાથી સમગ્ર ભારતના લાખો વિદ્યાર્થીઓને લાભ કરશે.

પીએમ મોદીએ શિક્ષકો સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન મોદીએ સોમવારે શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આપણે માત્ર વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા જ નથી પરંતુ તેમનું જીવન પણ બદલવાનું છે. ભારત તેની શૈક્ષણિક વાતાવરણને મજબૂત કરવા માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં શિક્ષકોએ મોટી ભૂમિકા ભજવી હતી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે યુવા મનને આકાર આપવા માટે અમે શિક્ષકોના આભારી છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ઘડવામાં આપણા શિક્ષકોએ મોટી ભૂમિકા ભજવી છે. પીએમ મોદીએ અગાઉ ટ્વીટ કરીને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, "શિક્ષક દિવસની શુભકામનાઓ, ખાસ કરીને તે તમામ મહેનતુ શિક્ષકોને જેઓ યુવા દિમાગમાં શિક્ષણની ખુશી ફેલાવે છે. હું દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણનને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપું છું. 

Tags :
GujaratFirstmadethisannouncementTeacherDayThePrimeMinister
Next Article