Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવસારી પાલિકાના પ્રમુખે ગુણવત્તા વગરનો રસ્તો ગણાવ્યો, જાણો તેનો શું રિપોર્ટ આવ્યો

નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ દ્વારા થોડા વખત પહેલા પોતાના વિસ્તારના રસ્તાની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં આ રસ્તો ગુણવત્તા વિહીનનો બનાવ્યો હોવાનો દાવો પાલિકા પ્રમુખે કર્યો હતો.જો કે 3 લેબ પૈકી 2 લેબમાંથી આવેલા પોઝિટિવ રિપોર્ટે પ્રમુખના દાવાને પોકળ સાબિત કરી દીધો છે.  નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જિગીષ શાહ થોડા સમય પહેલા  પોતાના વિસ્તારમાં ચાલી રહેલા રસ્તાના નવિનીà
નવસારી પાલિકાના પ્રમુખે ગુણવત્તા વગરનો રસ્તો ગણાવ્યો  જાણો તેનો શું રિપોર્ટ આવ્યો
નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ દ્વારા થોડા વખત પહેલા પોતાના વિસ્તારના રસ્તાની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં આ રસ્તો ગુણવત્તા વિહીનનો બનાવ્યો હોવાનો દાવો પાલિકા પ્રમુખે કર્યો હતો.જો કે 3 લેબ પૈકી 2 લેબમાંથી આવેલા પોઝિટિવ રિપોર્ટે પ્રમુખના દાવાને પોકળ સાબિત કરી દીધો છે.  
નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જિગીષ શાહ થોડા સમય પહેલા  પોતાના વિસ્તારમાં ચાલી રહેલા રસ્તાના નવિનીકરણની જાતે તપાસ કરવા માટે ગયા હતા અને તેઓએ એક લાત મારી નવો બનેલો ડામરનો રસ્તો તોડી નાખ્યો હતો. તેમણે રસ્તો ગુણવત્તાવિહીનનો હોવાનો દાવો કરી શહેરમાં ચર્ચાસ્પદ બન્યા હતા. જોકે લોકોએ તેમના કામને વાખણ્યું હતું. ત્યારબાદ પાલિકાએ 3 લેબમાં ટેસ્ટિંગ માટે સેમ્પલો મોકલ્યા હતા. જેમાં 3 લેબ પૈકી 2 લેબના રિપોર્ટમાં રસ્તાની ગુણવત્તા સારી હોવાનું સામે આવ્યું હતું.પાલિકા પ્રમુખે વાહવાહી લૂંટવા કરેલી કાર્યવાહીનો રિપોર્ટ તેમની ધારણા કરતા ઊંધો આવ્યો હતો. પ્રમુખનો દાવો પોકળ સાબિત થયો હતો. 
આ ઘટના બાદ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાના નવિનીકરણની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ પાલિકા પ્રમુખને પોતાના વિસ્તારના સિવાયના બનતા રસ્તાઓમાં જરા પણ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેઓ આ ઘટના બાદ કોઈ જગ્યાએ રસ્તાના કામગીરીની ચકાસણી કરવા ગયા હોય તે જાણવા મળ્યું ન હતું.પાલિકા પ્રમુખ શહેરમાં લોકો સાથે વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના વિસ્તારની ચકાસણી અને ચોક્કસાઈ રાખે તેવી શહેરના અન્ય વિસ્તારોની પણ ચકાસણી અને ચોક્કસાઈ રાખે તો જરુરી છે.
Advertisement
Tags :
Advertisement

.