Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસર પર મિસ્રના રાષ્ટ્રપતિ બનશે ભારતના મુખ્ય અતિથી

ભારતમાં આવતા વર્ષે યોજાનારા ગણતંત્ર દિવસના અવસર પર મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી મુખ્ય અતિથી હશે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટી કરી છે. જાણકારી અનુસાર પીએમ મોદી તરફથી અબ્દેલ ફતહને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા, જેનો તેઓએ સ્વીકાર કરી લીધો છે. આ પહેલો એવો પ્રસંગ હશે જ્યારે મિસ્રના રાષ્ટ્રપતિ ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથી તરીકે આવશે  એસ.જયશંકરે લીધી હતી ઇજિપ્તની મુલà
26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસર પર મિસ્રના રાષ્ટ્રપતિ બનશે ભારતના મુખ્ય અતિથી
ભારતમાં આવતા વર્ષે યોજાનારા ગણતંત્ર દિવસના અવસર પર મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી મુખ્ય અતિથી હશે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટી કરી છે. જાણકારી અનુસાર પીએમ મોદી તરફથી અબ્દેલ ફતહને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા, જેનો તેઓએ સ્વીકાર કરી લીધો છે. આ પહેલો એવો પ્રસંગ હશે જ્યારે મિસ્રના રાષ્ટ્રપતિ ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથી તરીકે આવશે 
 
એસ.જયશંકરે લીધી હતી ઇજિપ્તની મુલાકાત 
વિદેશ મંત્રી એસ જયશંકર ઓક્ટોબર 2022માં ઇજિપ્તની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહને મળ્યા હતા. ત્યારબાદ અબ્દેલને વડાપ્રધાન તરફથી રાજકીય મહેમાન બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ઈજિપ્ત વચ્ચે ગાઢ સંબંધ છે. બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.
વિદેશી મહેમાનો બે વર્ષ પછી આવશે
કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે વર્ષ 2021 અને 2022ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ વિદેશી મહેમાનો ભાગ લઈ શક્યા નથી. હવે બે વર્ષ પછી કેટલાક વિદેશી મહેમાનો પ્રજાસત્તાક દિને ભાગ લેવા ભારત આવી રહ્યા છે.

ભારત કરી રહ્યું છે જી-20 સમિટની યજમાની 
મહત્વપૂર્ણ છે કે  ભારત જી-20 સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે. ભારતે સમિટમાં બિન-સભ્ય દેશોને આમંત્રણ આપ્યું છે. આ દેશોમાં ઈજિપ્ત પણ સામેલ છે. ગણતંત્ર દિવસ અને G20 સમિટ આમ  ઇજિપ્તના રાષ્ટ્રપતિ એક વર્ષમાં બે વખત ભારતની મુલાકાત લેશે.
Advertisement


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.




Tags :
Advertisement

.