Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની સંસદ ભંગ કરી, 90 દિવસમાં ચૂંટણી યોજાશે

પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું છે. હવે રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની સંસદ ભંગ કરી છે. હવે પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણી યોજાશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે પાકિસ્તાનમાં ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે એક નવુ રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું છે. પાકિસ્તાનનું રાજ કારણ આ
રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની સંસદ ભંગ કરી  90 દિવસમાં ચૂંટણી યોજાશે
Advertisement
પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું છે. હવે રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની સંસદ ભંગ કરી છે. હવે પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણી યોજાશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે પાકિસ્તાનમાં ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે એક નવુ રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું છે. પાકિસ્તાનનું રાજ કારણ આજે ગરમાયું છે. એક તરફ ડ્પ્યુટી સ્પીકરે ઇમરાનને રાહત આપી છે. સંસદ ભંગ કરીને 90 દિવસમાં ચૂંચણી યોજવા અંગે કહ્યું છે. આજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિર્ણયનો દિવસ છે. ઈમરાન ખાન માટે આજે નક્કી થશે કે તેઓ પાકિસ્તાનના પીએમ રહેશે કે પછી તેઓ પોતાના કાર્યકાળના લગભગ દોઢ વર્ષ પહેલા ખુરશી છોડી દેશે.

રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલી અને તમામ પ્રાંતીય એસેમ્બલીઓ ભંગ કરી દીધી છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર થયા બાદ ઈમરાન ખાને રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ મોકલી હતી. હવે ઈમરાન ચૂંટણી સુધી કાર્યવાહક પીએમ રહેશે. પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણી યોજાશે.

ઈમરાન ખાન તેમની ફરજો ચાલુ રાખશે - ફવાદ ચૌધરી
પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું છે કે વડા પ્રધાન ઇમરાન ખાન બંધારણની કલમ 224 હેઠળ તેમના હોદ્દા પર  કાર્યરત રહેશે. જોકે  કેબિનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે
ઈમરાન ખાનને સજા નહીં થાય તો દેશમાં જંગલનો કાયદો લાગુ થશે - મરિયમ
મરિયમ નવાઝ શરીફે કહ્યું છે કે કોઈને પણ પોતાની સીટ બચાવવા માટે પાકિસ્તાનના બંધારણને વિકૃત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો આ પાગલ અને ઝનૂની વ્યક્તિ (ઈમરાન ખાન)ને આ ગુનાની સજા નહીં મળે તો આજથી આ દેશમાં જંગલનો કાયદો લાગુ થઈ જશે.

અમારા વકીલો સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છે - બિલાવલ ભુટ્ટો
બીજી તરફ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. અવિશ્વાસની દરખાસ્ત પર મતદાનની મંજૂરી આપવામાં આવી ન હતી. સંયુક્ત વિપક્ષ સંસદ છોડી રહ્યું નથી. અમારા વકીલો સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છે. અમે તમામ સંસ્થાઓને પાકિસ્તાનના બંધારણની રક્ષા, સમર્થન, સંરક્ષણ અને અમલીકરણ માટે આહ્વાન કરીએ છીએ.

ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દીધી
રવિવારે નેશનલ એસેમ્બલીમાં ઈમરાન સરકારના મંત્રીઓમંત્રી ચૌધરી ફવાદ હુસૈને 'પ્લાન બી' અજમાવ્યો અને વિપક્ષ થોડી જ ક્ષણોમાં પરાસ્ત થઇ ગયો. નેશનલ એસેમ્બલીમાં ફવાદ હુસૈને કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ સામાન્ય રીતે લોકતાંત્રિક અધિકાર છે. બંધારણની કલમ 95 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ થયો પરંતુ કમનસીબે વિદેશી સરકાર દ્વારા સત્તા પરિવર્તન માટે આ એક કાવતરું છે. તેમના સંબોધનની થોડી ક્ષણો પછી, નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દીધી હતી અને સંસદની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. ડેપ્યુટી સ્પીકરે વિદેશી ષડયંત્રનો આરોપ લગાવતા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો. અને કાર્યવાહી મુલતવી રાખી હતી. અને કહ્યું કે આ ગેરબંધારણીય છે. આગામી સંસદની બેઠક 25મી એપ્રિલે યોજાશે. આ પહેલાં પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે પીએમ ઈમરાન ખાનની હત્યા થઈ શકે છે અને સુરક્ષા એજન્સીઓને ષડયંત્રની માહિતી પણ મળી છે. 

વિદેશી ષડયંત્રના આરોપમાં અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવી
નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. વિદેશી ષડયંત્રના આરોપમાં અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે. હાલમાં તો ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન રહેશે, નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી નથી. આ પહેલા પીએમ ઈમરાન ખાને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરી રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. નેશનલ એસેમ્બલીનું સત્ર સ્થગિત કરી દેવામાં આવ્યું છે. સ્પીકરે ચુકાદો આપ્યો કે અવિશ્વાસનો મત વિદેશી ષડયંત્રનો ભાગ છે. તેમણે મતદાન કરવા દીધું ન હતું. વિપક્ષ ગૃહમાં તેનો જોરદાર વિરોધ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પીએમ ઈમરાન ખાને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરી રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે ઈમરાન ખાન આજે ફરી પાકિસ્તાનની જનતાને સંબોધિત કરશે.
સ્પીકરે સાંભળી ઈમરાનની વાત 
આ દરમિયાન વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, 'ચૂંટણી લોકશાહી રીતે થવી જોઈએ. હું પાકિસ્તાનના લોકોને ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન કરું છું. ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે તેમને સત્તા પરથી હટાવવાનું પગલું વિદેશી ષડયંત્રનું પરિણામ છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેતી વખતે પણ આ જ દલીલ કરી હતી. તમને જણાવી દઈએ કે પરેશાન પાકિસ્તાનના પીએમએ સૂચન કર્યું હતું કે તેઓ રવિવારના મતદાનને સ્વીકારી શકે નહીં. તેણે કહ્યું, "જ્યારે આખી પ્રક્રિયા બદનામ છે ત્યારે હું પરિણામ કેવી રીતે સ્વીકારી શકું?" ઈમરાન ખાને શનિવારે કહ્યું હતું કે, "લોકશાહી નૈતિક અધિકાર પર કામ કરે છે. આ મિલીભગત પછી કયો નૈતિક અધિકાર બાકી છે?"
અત્યાર સુધી પાકિસ્તાનના રાજકારણમાં  શું થયું
તમને જણાવી દઈએ કે 8 માર્ચે વિપક્ષી દળોએ પાકિસ્તાન નેશનલ એસેમ્બલી સચિવાલય સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન ઇમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકાર આર્થિક સંકટ અને વધતી જતી સ્થિતિ માટે જવાબદાર છે.  દેશમાં મોંઘવારી માટે પણ ઇમરાન સરકાર જવાબદાર હતી.
25 માર્ચે, પાકિસ્તાન નેશનલ એસેમ્બલીનું નિર્ણાયક સત્ર ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષી ધારાશાસ્ત્રીઓના જોરદાર વિરોધ વચ્ચે ઠરાવ ખસેડ્યા વિના મુલતવી રાખવામાં આવ્યું હતું.
27 માર્ચે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આખરે 28 માર્ચે નેશનલ એસેમ્બલીમાં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવ્યા બાદ તરત જ સત્ર ગુરુવાર સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. 
Tags :
Advertisement

.

×