Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફાયર વિભાગના કર્મચારીઓની બુઠ્ઠી તલવારે યુદ્ધ લડવા જેવી સ્થિતિ

મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીત્યો. જેમાં જરૂરી સાધનોની અછત વચ્ચે લોકોના જીવ બચાવવામાં પડકારજનક ભૂમિકા ફાયર વિભાગના જવાનોએ બજાવી હતી. ત્યારે હાલ મોરબી જિલ્લાના ફાયર વિભાગના જવાનોને ફરજ દરમિયાન સાધનોની અછતને કારણે કેવી અગવડતાઓ પડે છે અને મોરબીમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના વધતા વ્યાપ વચ્ચે  ફાયર વિભાગ પાસે માત્ર ત્રણ થી ચાર માળ સુધી જ આગ બુઝાવી શકે તેવી વ્યàª
ફાયર વિભાગના કર્મચારીઓની બુઠ્ઠી તલવારે યુદ્ધ લડવા જેવી સ્થિતિ
મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીત્યો. જેમાં જરૂરી સાધનોની અછત વચ્ચે લોકોના જીવ બચાવવામાં પડકારજનક ભૂમિકા ફાયર વિભાગના જવાનોએ બજાવી હતી. ત્યારે હાલ મોરબી જિલ્લાના ફાયર વિભાગના જવાનોને ફરજ દરમિયાન સાધનોની અછતને કારણે કેવી અગવડતાઓ પડે છે અને મોરબીમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના વધતા વ્યાપ વચ્ચે  ફાયર વિભાગ પાસે માત્ર ત્રણ થી ચાર માળ સુધી જ આગ બુઝાવી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે!
મોરબી જિલ્લોતો બન્યો સાથે સાથે મોરબીમાં બહુમાળી બિલ્ડીંગ પણ અનેક ગણી વધી છે ત્યારે જો આ હાઇરાઈઝ બિલ્ડિંગોમાં ત્રણ માળથી ઉપર કોઈ આગ લાગવાના બનાવ બને તો મોરબી ફાયર વિભાગ પાસે આગ બુઝાવવા માટે જરૂરી સાધનો નથી અને આ મામલે મોરબી ફાયર વિભાગ દ્વારા અનેક વખત માંગણીઓ કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ માંગણી સ્વીકારાઈ નથી અને જરૂરી સાધનો પૂરા પાડવામાં આવ્યા નથી.  
ત્યારે ઝૂલતા પુલ દુર્ધટનામાં સૌથી પેહલા મોરબી ફાયર ટીમ દ્વારા રેસક્યું કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ મોરબી ફાયરના જવાનો દ્વારા અનેક લોકોના જીવ બચાવ્યા હતા પરંતુ એક જ બોટના સહારે આવડા મોટી દુર્ઘટનામાં રેસ્કયુ કામગીરી કરવી એ પડકાર રૂપ સાબિત થઈ હતી અને આજુ બાજુના જિલ્લા માંથી અન્ય ટીમોને બોલાવવામાં આવી હતી પરંતુ તેઓને પહોંચવામાં સામાન્ય રીતે એક કલાક જેટલો સમય લાગી જ જતો હોય છે ત્યારે જો મોરબી ફાયર વિભાગ પાસે જો વધુ સાધનો હોત તો તેઓ વધુ લોકોના જીવ બચાવી શક્યા હોત જેથી હાલમાં સરકાર પાસે વધુ સાધનો ની માંગણી કરી હતી.
તેમજ લોકોના જીવ બચાવવા ફરજ દરમિયાન પોતાના જીવ જોખમમાં મૂકતા ફાયર ના જવાનો ની સુરક્ષા માટે પણ જરૂરી  સાધનોની અછત છે તેમાં હાલમાં ફાયરનાના જવાનો આગ લાગી હોય ત્યારે ધુમાડા થી બચવા ખાસ પ્રકારનું માસ્ક હોય છે જે મોરબી ફાયર વિભાગ પાસે માત્ર એક જ અને હાલમાં 16  જેટલા ફાયર કર્મચારીઓ ફરજ નિભાવતા હોય જેથી અન્ય કર્મચારીઓ ને રૂમાલ બાંધીને આગ બુઝાવવા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.