Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રથમ નોરતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ, નવા સોંગ, નવા સ્ટેપ્સ સાથે ઝૂમ્યા ખેલૈયા

ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે, નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી  ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે સુરત, ભાવનગર,વડોદરા, જામનગર, ગાંધીનગર અને નવરાત્રિનો રમઝટ જામી હતી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ગરબ
પ્રથમ નોરતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ  નવા સોંગ  નવા સ્ટેપ્સ સાથે ઝૂમ્યા ખેલૈયા

ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે, નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી  ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે સુરત, ભાવનગર,વડોદરા, જામનગર, ગાંધીનગર અને નવરાત્રિનો રમઝટ જામી હતી

Advertisement

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ગરબાનો  આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુજરાતમાં ઉત્સવની જે પરંપરા છે તેને જન ઉત્સવ બનાવી વિશ્વમાં આગવી ઓળખ વડાપ્રધાન નરેન્દ્ર (Prime Minister Narendra)ભાઈએ ઉભી કરી છે. ગરબાને ગ્લોબલ ઓળખ આપવા વાયબ્રન્ટ નવરાત્રિને તેમણે જે આયોજન કરાવ્યું તે હવે ગુજરાતની એક વિશેષતા બની ગઈ છે મુખ્યમંત્રીએ આ વર્ષે નવરાત્રી ગરબાનું રાજ્ય સરકારે પહેલી વાર ગુજરાતના 8 જેટલા વિવિધ સ્થળોએ કર્યું છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

બે વર્ષ બાદ આ વખતે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ નવરાત્રિ (Navratri)ને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ દ્વારા પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન કરાયું છે. બે વર્ષ બાદ નવરાત્રી યોજતા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ વખતે કોઈ કચાસ નહિ છોડવામાં આવે. GMDC ગ્રાઉન્ડમાં યોજાનાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને આજે સાંજે 7 કલાકે મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Shri Bhupendra Patel)ના હસ્તે ખુલ્લો મુકાયો  હતો

Advertisement

સુરતમાં કચ્છી કોયલ ગીતાબેન રબારીના સથવારે ખેલૈયાઓ ઝૂમ્યા 

સુરત નવરાત્રિનું આજે પહેલું નોરતામાં ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે સજ્જ થયા  હતા  ત્યારે  બે વર્ષ બાદ મોટા આયોજનોમાં ગરબે ઘુમવાનો અનેરો ઉત્સાહ ગરબા  જુમય  હતા  ત્યારે  સી.બી.પટેલ ગ્રાઉન્ડ પર જામી ગરબાની મોજ બોલાવી હતી ત્યારે કચ્છી કોયલ ગીતાબેન રબારીના સથવારે ખેલૈયાઓ ઝૂમયા મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગ્રુપમાં રમવા માટે ઉમટ્યા હતા

ભાવનગરમાં ઇસ્કોન કલબ ખાતે નવરાત્રિનો રંગ જામ્યો

ભાવનગર પ્રથમ નવરાતમાં નવલા નોરતામાં ઇસ્કોન કલબ ખાતે નવરાત્રિનો રંગ જામ્યો હતો  ત્યારે બે વર્ષના લાંબા વિરામ બાદ ભાવેણા વાસીઓમાં ગરબાનો આનંદ ગરબા કવીન એકતા પુરેચા સાથે ભાવેણા વાસીઓ જામ્યા ગરબા માં માંની આરાધનામાં ભાવેણાના ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા  મળ્યો  હતો

Tags :
Advertisement

.