Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UEFA મહિલા ચેમ્પિયન્સ લીગમાં રમનારી પ્રથમ ભારતીય ફૂટબોલર બની આ ખેલાડી

યુવા સ્ટ્રાઈકર મનીષા કલ્યાણ સાયપ્રસમાં યુરોપીયન ક્લબ ટુર્નામેન્ટમાં એપોલો લેડીઝ એફસી માટે ડેબ્યૂ કરીને UEFA મહિલા ચેમ્પિયન્સ લીગમાં રમનારી પ્રથમ ભારતીય ફૂટબોલર બની ગઈ છે. સાયપ્રસની મેરિલેના જ્યોર્જ્યુની જગ્યાએ કલ્યાણે 60 મિનિટમાં મેદાનમાં પ્રવેશ કર્યો હતો. Apollo Ladies FC એ લાતવિયન ટોચની ક્લબ SFK રીગાને 3-0થી હરાવ્યું હતું.મનીષાએ રચ્યો ઈતિહાસમનીષાને ક્વોલિફાઈગ મેચના 60 મીનિટમાં મારિલને àª
uefa મહિલા ચેમ્પિયન્સ લીગમાં રમનારી પ્રથમ ભારતીય ફૂટબોલર બની આ ખેલાડી
યુવા સ્ટ્રાઈકર મનીષા કલ્યાણ સાયપ્રસમાં યુરોપીયન ક્લબ ટુર્નામેન્ટમાં એપોલો લેડીઝ એફસી માટે ડેબ્યૂ કરીને UEFA મહિલા ચેમ્પિયન્સ લીગમાં રમનારી પ્રથમ ભારતીય ફૂટબોલર બની ગઈ છે. સાયપ્રસની મેરિલેના જ્યોર્જ્યુની જગ્યાએ કલ્યાણે 60 મિનિટમાં મેદાનમાં પ્રવેશ કર્યો હતો. Apollo Ladies FC એ લાતવિયન ટોચની ક્લબ SFK રીગાને 3-0થી હરાવ્યું હતું.

મનીષાએ રચ્યો ઈતિહાસ

મનીષાને ક્વોલિફાઈગ મેચના 60 મીનિટમાં મારિલને જૉર્જિયાના સ્થાને Substituteના સ્થાને ઉતારવામાં આવી હતી. Apollon Ladies FC મેચમાં 2-0થી આગળ છે. આ મેચમાં એસએફકે રિગાને 3-0થી હરાવી લીગમાં શાનદાર શરુઆત કરી હતી. તેના આગામી મુકાબલામાં સ્વિટ્ઝર્લૅન્ડના એફસી ઝુરિચ સામનો કરશે. મનીષા કોઈ વિદેશી ક્લબ સાથે કરાર કરનારી ચોથી ભારતીય મહિલા ખેલાડી છે. ઇન્ડિયન વિમેન્સ લીગમાં ગોકુલમ કેરળ અને રાષ્ટ્રીય ટીમ માટે તેની રમત જોયા પછી, એપ્લોને તેની સાથે કરાર કર્યો હતો.

Advertisement

બ્રાઝીલ વિરુદ્ધ કર્યો ગોલ

મનીષા ગોકુલમ ઇન્ડિયન વુમન્સ લીગમાં છેલ્લા ત્રણ વર્ષથી કેરળ સાથે રમી રહી છે, જે વર્તમાન ચેમ્પિયન પણ છે. તે છેલ્લી સિઝનમાં લીગની પ્લેયર પણ હતી. તેણે સિઝનમાં 14 ગોલ કર્યા. તેણે એફસી વિમેન્સ ક્લબ ચેમ્પિયનશિપમાં ગોલ કર્યો અને આવું કરનાર તે પ્રથમ ખેલાડી બની. મનીષા ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે વર્લ્ડ કપ પહેલાની બ્રાઝિલ સામેની ફ્રેન્ડલી મેચમાં ગોલ કર્યો હતો. તેના એક ગોલને કારણે ભારતની સ્કોરશીટ ખાલી રહી હતી.

Advertisement

મનીષા AIFF વુમન્સ ફૂટબોલ ઓફ ધ યર જાહેર થઈ

મનીષાને આ વર્ષે AIFF મહિલા ફૂટબોલ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. તેને તેની કારકિર્દીમાં પ્રથમ વખત આ એવોર્ડ મળ્યો છે. કોચ થોમસ ડેનરબી દ્વારા તેને વિજેતા પસંદ કરવામાં આવી હતી. અગાઉ 2021માં મનીષાને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. મનીષા વિશે વાત કરતાં કોચે કહ્યું હતું કે, ‘મનીષાએ ટીમ માટે ઘણા ગોલ કર્યા છે. તેની ઝડપ અદ્ભુત છે અને તે બોલને સારી રીતે ડ્રિબલ કરી શકે છે. તેની પાસે મોટી લીગમાં રમવાની પ્રતિભા છે.

Advertisement
Tags :
Advertisement

.