Videos રનવે પર જ લપસી ગયું વિમાન, 125 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Advertisement
ચીનના ચોંગકિંગમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, એરપોર્ટ પર તિબેટ એરલાઇનનું પ્લેન ટેકઓફ સમયે જ રનવે પર લપસી ગયું હતું. જેના કારણે પ્લેનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના સમયે પ્લેનમાં 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર હાજર હતા.તિબેટ એરલાઈન્સનું એક વિમાન ગુરુવારે ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર ટેકઓફ કરત
Advertisement
ચીનના ચોંગકિંગમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, એરપોર્ટ પર તિબેટ એરલાઇનનું પ્લેન ટેકઓફ સમયે જ રનવે પર લપસી ગયું હતું. જેના કારણે પ્લેનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના સમયે પ્લેનમાં 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર હાજર હતા.
તિબેટ એરલાઈન્સનું એક વિમાન ગુરુવારે ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર ટેકઓફ કરતી વખતે રનવે પરથી પલટી ગયું હતું. પ્લેન લપસી જતા જ તેમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનાની પુષ્ટી કરતા તિબેટ એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એરલાઈન્સના નવ ક્રૂ સભ્યો અને પ્લેનમાં સવાર 113 મુસાફરોને હવે બહાર કાઢવામાં આવ્યા છે. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે, 'તિબેટ એરલાઈન્સના વિમાનમાં ચીનના ચોંગકિંગ એરપોર્ટના રનવે પરથી ટેકઓફ થયા બાદ આગ લાગી ગઈ હતી. તમામ 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર્સને બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ ઘટના બાદ 25 મુસાફરોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.
આ સમગ્ર ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. જેમા તમે જોઇ શકો છો કે એરપોર્ટ પર ઉભુ રહેલું તિબેટ એરલાઇન્સનું પ્લેન આગની જ્વાળાઓ અને કાળા ધુમાડામાં અટવાયેલું છે. તેની આજુબાજુથી કાળા ધુમાડા નીકળતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. વિડીયોમાં લોકો દોડતા પણ જોવા મળી રહ્યા છે. સળગતા વિમાનમાંથી કેટલાય મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તિબેટ એરલાઇન્સએ લ્હાસા સ્થિત પ્રાદેશિક એરલાઇન છે. Airfleets.net અનુસાર, તેની પાસે 28 A319 સહિત કુલ 39 એરક્રાફ્ટ છે.
રાજ્ય સંચાલિત ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN) એ જણાવ્યું હતું કે, આગ બુઝાઈ ગઈ છે અને રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્લેન તિબેટના નિંગચી માટે રવાના થવાનું હતું ત્યારે આગ લાગી હતી. એરલાઈન્સે કહ્યું છે કે, અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરના અઠવાડિયામાં ચીનમાં પેસેન્જર પ્લેનની આ બીજી દુર્ઘટના છે.
Advertisement
.