Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાણીના કોફિનને લઈ જનાર વિમાનને એટલી વાર ટ્રેક કરવામાં આવ્યું કે તે એક રેકોર્ડ બની ગયો

બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીયનું પાર્થિવ દેહ મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન પહોંચાડાયો છે. જો કે રાણીના કોફિનને રવિવાર રાત સુધી બકિંગહામ પેલેસમાં રાખવામાં આવશે. ત્યાર બાદ ભારતીય સમય અનુસાર સોમવારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. જો કે આ બધાની વચ્ચે, નવાઇની વાત એ છે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કોફિનને લઈ જનાર વિમાનને દુનિયાભરના લોકો દ્વારા એટલી વાર ટ્રેક કરવામાં આવ
રાણીના કોફિનને લઈ જનાર વિમાનને એટલી વાર ટ્રેક કરવામાં આવ્યું કે તે એક રેકોર્ડ બની ગયો
બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીયનું પાર્થિવ દેહ મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન પહોંચાડાયો છે. જો કે રાણીના કોફિનને રવિવાર રાત સુધી બકિંગહામ પેલેસમાં રાખવામાં આવશે. ત્યાર બાદ ભારતીય સમય અનુસાર સોમવારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. જો કે આ બધાની વચ્ચે, નવાઇની વાત એ છે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કોફિનને લઈ જનાર વિમાનને દુનિયાભરના લોકો દ્વારા એટલી વાર ટ્રેક કરવામાં આવ્યું હતું કે તે મોટો રેકોર્ડ બની ગયો છે. ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ પ્લેનને આટલી વખત ટ્રેક કરવામાં આવ્યું હોય.
ફ્લાઈટ રડાર 24 નામની વેબસાઈટ અનુસાર, રાણીની કોફિન લઈને જતી ફ્લાઈટને ઈતિહાસમાં સૌથી વધુ ટ્રેક કરવામાં આવી છે. વેબસાઈટે અહેવાલ આપ્યો છે કે એડિનબર્ગથી આરએએફ નોર્થોલ્ટ સુધીની ફ્લાઈટની પ્રથમ મિનિટમાં લગભગ 6 મિલિયન લોકોએ પ્લેનને ટ્રેક કર્યું હતું. આટલો ભારે ટ્રાફિક મળ્યા બાદ વેબસાઈટમાં હેક થવા લાગી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એવી વેબસાઈટ છે જેના પર પ્લેન ક્યાં છે તેને લાઇવ ટ્રેક કરી શકાય છે.
Advertisement

અગાઉ, જ્યારે નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે ગઈ હતી, ત્યારે તેની ફ્લાઈટને લોકોએ સૌથી વધુ તેમની ફ્લાઇટને્ ટ્રેક કરી હતી. તે સમયે 2.2 મિલિયન લોકોએ નેન્સી પેલોસીની ફ્લાઈટને ટ્રેક કરી હતી.  જો કે આ વખતે 4.79 મિલિયન લોકોએ આ વેબસાઈટ અને એપથી ક્વીન એલિઝાબેથ દ્વિતીયના મૃતદેહને લઈ જતી ફ્લાઈટને ટ્રેક કરી હતી અને યુટ્યુબ પર 2 લાખ 96 હજાર લોકો તેને જોઈ રહ્યા હતા.
સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
રાણીનો મૃતદેહ બુધવારથી ચાર દિવસ માટે વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે અને સોમવારે તેના વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાણીનું ગયા ગુરુવારે બાલમોરલ કેસલમાં 96 વર્ષની જેફ વયે અવસાન થયું હતું. તે 70 વર્ષ સુધી બ્રિટન પર રાજ કરતા હતા. જ્યારે રાણીના કોફિનને એડિનબર્ગ એરપોર્ટ પરથી લંડન માટે મોકલવામાં આવી ત્યારે ત્યાં બ્રિટનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી હતી. રાણીના કોફિન સાથે તેમની પુત્રી પ્રિન્સેસ એની સાથે હતી, જે રોયલ એર ફોર્સ (RAF) ના વિમાનમાં એડિનબર્ગથી લંડન  પહોંચી છે.
કોફિનને રાજકીય સન્માન સાથે બકિંગહામ પેલેસમાં અંતિમ દર્શાર્થે મૂકવામાં આવ્યો
પશ્ચિમ લંડનમાં આરએએફના નોર્થહાલ્ટ એરબેઝ પર પ્લેન લેન્ડ થતાંની સાથે જ રાણીના  કોફિવને મધ્ય લંડનમાં બકિંગહામ પેલેસ સુધી લઈ જવામાં આવી હતી. કિંગ ચાર્લ્સ III, જેઓ મંગળવારે ઉત્તરી આયર્લેન્ડની મુલાકાતે હતા, તેઓ તેમની પત્ની કેમિલા સાથે શબપેટી મેળવવા માટે પહેલાથી જ શાહી નિવાસસ્થાને પહોંચ્યા હતા. મૃતદેહ લંડન પહોંચે અને બકિંગહામ પેલેસ મોકલવામાં આવે તે પહેલા RAF દ્વારા ગાર્ડ ઓફ  ઓનર પણ  આપવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement

.