સિંહની સામે સેલ્ફી લઇ રહ્યો હતો શખ્સ અને અચાનક... જુઓ Video
આપણે જોઇએ છીએ કે સોશિયલ મીડિયામાં લોકો એક વિડીયોથી રાતો રાત ફેમસ થઇ ગયા છે. ત્યારે હવે રાતોરાત ફેમસ થવા માટે લોકો એવું કઇંક કરી જતા હોય છે કે જેમાં તેના જીવને જોખમ હોય. કઇંક આવો જ વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.સોશિયલ મીડિયા પર તમને આવા ઘણા વિડીયો જોવા મળશે. જોકે, કેટલાક વિડીયો એટલા ક્યૂટ હોય છે કે તે વારંવાર જોવાનું મન થાય છે. જ્યારે, કેટલાક એવા હોય છે કે જેને જોઇ
03:41 AM Mar 31, 2022 IST
|
Vipul Pandya
આપણે જોઇએ છીએ કે સોશિયલ મીડિયામાં લોકો એક વિડીયોથી રાતો રાત ફેમસ થઇ ગયા છે. ત્યારે હવે રાતોરાત ફેમસ થવા માટે લોકો એવું કઇંક કરી જતા હોય છે કે જેમાં તેના જીવને જોખમ હોય. કઇંક આવો જ વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર તમને આવા ઘણા વિડીયો જોવા મળશે. જોકે, કેટલાક વિડીયો એટલા ક્યૂટ હોય છે કે તે વારંવાર જોવાનું મન થાય છે. જ્યારે, કેટલાક એવા હોય છે કે જેને જોઇને લોકો દંગ રહી જાય છે. આ વિડીયો જોયા પછી પણ લોકોની આવી જ પ્રતિક્રિયા છે. કારણ કે, એક વ્યક્તિ સિંહની સામે ઊભો રહીને સેલ્ફી લઈ રહ્યો હતો. જેના પર લોકોએ ખૂબ એન્જોય કર્યું છે અને હવે આ વિડીયો વાયરલ થયો છે. સિંહનું નામ સાંભળતા જ લોકોને પરસેવો આવી જાય છે. આવી સ્થિતિમાં તેની સામે જવાની હિંમત કોણ કરી શકે? પરંતુ, આ વ્યક્તિને જોયા પછી લાગે છે કે આ શખ્સમાં હિંમત ખૂબ છે.
વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જંગલમાં મસ્તી કરી રહ્યો છે. અચાનક તેની આસપાસ ઘણા સિંહો દેખાય છે. વળી, સિંહ વ્યક્તિની પાછળ ઝાડ પર ચડતો જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે, ડરવાની અને ભાગવાને બદલે, વ્યક્તિ હસવા લાગે છે અને સિંહની સામે ઉભા રહીને સેલ્ફી લેવાનું શરૂ કરે છે. આ દરમિયાન વ્યક્તિ જે રીતે હસી રહ્યો છે તે જોઈને જ કહી શકાય કે ડરની સામે જીત છે.
વિડીયો જોઈને તમે પણ વિચારી રહ્યા હશો કે આ વ્યક્તિની છાતી '56 ઈંચ'ની છે. જોકે, કેટલાક લોકો કહે છે કે નસીબ સારું છે નહીંતર સિંહ કાચો જ ખાઇ જતો. જોકે, મામલો ગમે તે હોય, આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર 'humaidalbuqaish' નામથી શેર કરવામાં આવ્યો છે. વિડીયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે આ વિડીયોને લાખો લોકોએ લાઈક કર્યો છે.
Next Article