ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

26 જાન્યુઆરી 2001ની યાદ આજે પણ કચ્છવાસીઓ ભૂલી શકતા નથી

કચ્છ ઉપરાંત રાજ્યના 21 જિલ્લામાં આવેલા 700 કિ.મી. સુધીના ઘેરાવામાં આ ભૂકંપની અસર વર્તાઈ હતી. જેમાં ગુજરાતના 18 શહેરો 182 તાલુકા 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા. સૌથી વધુ ખુવારી કચ્છમાં નોંધાઈ હતી. જેમાં ભૂજ, ભચાઉ, અંજાર અને રાપર તબાહ થઈ ગયા હતા. જયારે કચ્છના 400 ગામો જમીનદોસ્ત થઈ ગયા હતા.1819માં આવેલા ભૂકંપથી અલ્લાબંધ રચાયો હતો જમીન એટલી ઉંચે આવી છે જે સિંધુ નદીના પાણીથી કચ્છ જહોજલાલીમાં ઓàª
02:58 PM Jan 25, 2023 IST | Vipul Pandya
કચ્છ ઉપરાંત રાજ્યના 21 જિલ્લામાં આવેલા 700 કિ.મી. સુધીના ઘેરાવામાં આ ભૂકંપની અસર વર્તાઈ હતી. જેમાં ગુજરાતના 18 શહેરો 182 તાલુકા 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા. સૌથી વધુ ખુવારી કચ્છમાં નોંધાઈ હતી. જેમાં ભૂજ, ભચાઉ, અંજાર અને રાપર તબાહ થઈ ગયા હતા. જયારે કચ્છના 400 ગામો જમીનદોસ્ત થઈ ગયા હતા.
1819માં આવેલા ભૂકંપથી અલ્લાબંધ રચાયો હતો જમીન એટલી ઉંચે આવી છે જે સિંધુ નદીના પાણીથી કચ્છ જહોજલાલીમાં ઓળોટતુ હતુ, તે ઉજજડ થવા લાગ્યું હતું. કચ્છના છેવાડાના ગામો ખાલી થવા લાગ્યા અને લોકો સ્થળાંતરણ કરી ગયા આજે પણ અનેક ગામોની ઉજજડ પરીસ્થિતિ એ બાબતની સાબિતી છે જેમાંથી લખતપનો કિલ્લો તેનો સાક્ષી છે.
26 જાન્યુઆરી 2001 ભારતનું 52મો ગણતંત્ર દિવસ હતો.કચ્છમાં એ દિવસની શરૂઆત પણ કઈ આવી જ હતી.મંદિરોમાં ઘંટનાદ અને શાળાઓમાં ધ્વજવંદનથી લોકો ખુશ હતા. પરંતુ કોઈએ સ્વપ્નમાં પણ એ નહોંતું વિચાર્યં કે આ દિવસનો અંત 1 લાખ 2 હજાર 37 લોકોના આસુંઓ સાથે થશે. સવારે 8.45 વાગ્યે જ્યારે લોકો ઘરમાં ચા નાસ્તો કરતા હતા. બાળકો શાળાઓમાં ધ્વજવંદન કરતા હતા. ત્યારે, અચાનક 22 સેકન્ડ માટે  ભૂકંપ આવ્યો હતો અને પુરા કચ્છને રોવડાવી ગયો હતો. 
ભુજના આઘેવાન દિલીપભાઈ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટીએ  કચ્છને ફરી બેઠું કર્યું હતું આ ભૂકંપ બાદ તત્કાલિન વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઈ અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ માટે જે વિકાસની રૂપરેખા તૈયારી કરી હતી. જેના મીઠા ફળ હવે મળી રહયા છે. પ્રવાસન ક્ષેત્રે કચ્છ રણોત્સવ અને ઉદ્યોગોમાં મુંદરા, અદાણી પોર્ટનો વિકાસ તેનો બોલતો પુરાવો છે. નેપાળ સહિત જ્યાં પણ 2001 પછી ભૂકંપ આવ્યા છે, ત્યાં કચ્છના પુનર્વસન મોડેલને અપનાવાયું છે. આજે કચ્છ 2 લાખ કરોડના મૂડીરોકાણ સાથે વિશ્વમાં ચમકે છે. તો 10 લાખ મેગા વોટ વીજળી ઉત્પાદન થાય છે. બંદરીય પરીવહનમાં કચ્છનો હિસ્સો 30 ટકા છે અને કંડલાનું દિનદયાલ પોર્ટ દેશમાં નંબર વન પોર્ટ છે. આમ હાલ કચ્છ વિકાસના હાઈવે પર પુરપાટ દોડી રહ્યુ છે.
કચ્છમાં 2001ના વિનાશક ભૂકંપમાં સ્વજન ગુમાવી ચૂકેલા પરિવારજનોની ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી. પરિવારજનોની વેદના પણ કરુણ હતી,લોકો પોતાના સ્વજનોને ભૂલી શકતા નથી. કોઈએ પોતાના સંતાનો ગુમાવ્યા તો કોઈને પોતાના માતા પિતા,આજે પણ ભૂકંપની વરસી આવે એટલે લોકો આ દિવસને ભૂલી શકતા નથી,અને ચોધાર આસુંએ રડી પડે છે.
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ભુકમ્પમાં અવસાન પામેલાઓને શ્રદ્ધાજલી પાઠવે છે ભુજના 92 વર્ષીય ધનસુખભાઈ ધોળકિયાએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે.બીજી તરફ ભુજના .નૈનાબેન દર્શકભાઈ અંજારીયાએ પોતાની માતા ગુમાવી છે ભુજના જયમીન વોરા,સિનિયર પત્રકારના જણાવ્યા પ્રમાણે 2001નો ભુકમ્પ આજે પણ યાદ કરીને અરેરાટી ઉત્પન્ન કરે છે જ્યોતિબેન ભટ્ટ..સામાજિક આઘેવાનના કહેવા મુજબ એ ઘટના આજે પણ યાદ કરીને ભૂલી શકાતી નથી અતુલભાઈ મહેતા.વડનગરા નાગર સમાજ આઘેવાનના કહેવા મુજબ ભુકમ્પ વખતે સેવા કાર્ય શરૂ કરાયું હતું જે આજે પણ યાદ છે. 
આપણ  વાંચો-  પાડલીયા ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો,આરોપીઓએ જુનીઅર એન્જીનીયરને માર માર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
deathfaceearthquakeforgettingGujaratFirstKuchthepainThousandsoffamilies
Next Article