દર્દીની તક્લીફ હોસ્પીટલ થી પોલીસ મથકે પહોંચી,પોલીસે મહિલા છેડતીની ફરિયાદ નોંધી આરોપીઓને ડીટેઇન કર્યો
ગેરાયેલી અર્શ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી ઉનખાતે આવેલી અર્શ હોસ્પિના તબીબ ઇકબાલ અને ભત્રીજા વિરુદ્ધ છેડતીનો આક્ષેપ સાથે મામલો સચીન જી આઈ ડી સી પોલીસ મથકે પહોંચ્યો છે.અર્શ હોસ્પિટલ ફરીથી વિવાદમાંવિવાદોમાં ગેરાયેલી અર્શ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. હોસ્પિટલ તબીબ ઇકબાલ અને ભત્રીજા સામે છેડતી અને જાનથી મારી નાંખવાનà«
Advertisement
ગેરાયેલી અર્શ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી ઉનખાતે આવેલી અર્શ હોસ્પિના તબીબ ઇકબાલ અને ભત્રીજા વિરુદ્ધ છેડતીનો આક્ષેપ સાથે મામલો સચીન જી આઈ ડી સી પોલીસ મથકે પહોંચ્યો છે.
અર્શ હોસ્પિટલ ફરીથી વિવાદમાં
વિવાદોમાં ગેરાયેલી અર્શ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. હોસ્પિટલ તબીબ ઇકબાલ અને ભત્રીજા સામે છેડતી અને જાનથી મારી નાંખવાની ગંભીર આરોપ મહિલા દ્વારા કરવામાં આવ્યા છે.સાથે જ પરિણીત મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
તબીબે ઊંચા અવાજે વાત કરી મહિલાને બળજબરી સોફા તરફ ધકેલીને બેસાડી દીધી
ફરીયાદી મહિલા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવવા માં આવ્યું છે.કે પતિ ને કરોડરજજૂ ની તકલીફ હતી,જેથી તેને ઉનની અર્શ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.રજા આપ્યાના બીજા જ દિવસે ફરી સમસ્યા થતાં અર્શ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું અને એ દરમિયાન તબીબો સાથે બોલાચાલી થતા આ તબીબે ઊંચા અવાજે વાત કરી મહિલાને બળજબરી સોફા તરફ ધકેલીને બેસાડી દીધી હતી.
ડોક્ટર ઇકબાલ અને તેના ભત્રીજા મોસીને હાથપાઇ કરી
આ તબીબના કહેવાથી ડિંડોલીમાં ઓર્થોપેડિક ડોક્ટર પાસે સારવાર લીધા બાદ પરત આવેલું દંપતી અર્શ હોસ્પિટલ પહોંચ્યું હતું.પોતાની પાસેથી ખોટી રીતે નાણાં ખંખેર્યા બાબતે બોલાચાલી કરતાં ડોક્ટર ઇકબાલ અને તેના ભત્રીજા મોસીને હાથપાઇ કરી ધક્કામુક્કી કરી છેડતી કર્યાના આક્ષેપ સાથે સચિન જી.આઇ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સબ ઇન્સ્પેક્ટર એચ.એ. પંડ્યા વધુ તપાસ કરી રહ્યા છે..
ડો.ઇકબાલ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી
મહિલાના પતિ બો દુખાવો હોસ્પિટલ થી પોલીસ મથકે પહોંચતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.મહિલા ના પોલીસ નેજણાવ્યા અનુસાર પતિ ને સતત દુખાવો રહેતો હોવાથી ડો. ઇકબાલની અર્શ હોસ્પિટલ પાસે ગયા હતા.પાંચ દિવસ સુધી સા૨વા૨ લીધા પછી પણ તેઓના પતિને સતત પીડા રહેતા તેઓએ ડો. ઇકબાલને આ મામલે જાણ કરી હતી. તેથી ડો.ઇકબાલ ગુસ્સે થઇને મોટેથી બૂમો પાડી નાલાયક ગાળો આપી હતી. તેમને જણાવ્યું કે તેઓ હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યા હતાં તે દરમિયાન ડો. ઇકબાલ તેઓની છાતીના ભાગે હાથ લગાડીને તેઓને સોફા પર બેસાડી દીધા હતા. દરમિયાન તેમના પતિને ડો.ઇકબાલ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર મામલો મહિલા એ પોલીસ ને જણાવ્યા બાદ આ અંગે સચિન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે
સમગ્ર મામલે છેડતી નો ગુનો બનતા સચીન જી આઈ ડી સી પોલીસે બન્ને આરોપીઓને ડિતેંન કરી હોસ્પિટલ ના સી સી ટી વી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.