Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાની ખેલાડીએ હદ વટાવી, આઉટ થયા બાદ અફઘાન ખેલાડી સાથે કર્યું આવું

એશિયા કપ 2022(Asia Cup 2022)ની સુપર ફોરની મેચમાં બુધવારે પાકિસ્તાને રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. જોકે, 130 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે અફઘાનિસ્તાને પાકિસ્તાનને સારી વડત આપી હતી. નસીમ શાહે છેલ્લી ઓવરમાં સતત બે છક્કા ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે પાકિસ્તાનની ટીમે ફાઈનલ માટે જગ્યા બનાવી લીધી છે. જોકે, આ જીત પહેલા મેદાનમાં એક એવો નજારો જોવા મળ્યો જેણે જેન્à
પાકિસ્તાની ખેલાડીએ હદ વટાવી  આઉટ થયા બાદ અફઘાન ખેલાડી સાથે કર્યું આવું
એશિયા કપ 2022(Asia Cup 2022)ની સુપર ફોરની મેચમાં બુધવારે પાકિસ્તાને રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. જોકે, 130 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે અફઘાનિસ્તાને પાકિસ્તાનને સારી વડત આપી હતી. નસીમ શાહે છેલ્લી ઓવરમાં સતત બે છક્કા ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે પાકિસ્તાનની ટીમે ફાઈનલ માટે જગ્યા બનાવી લીધી છે. જોકે, આ જીત પહેલા મેદાનમાં એક એવો નજારો જોવા મળ્યો જેણે જેન્ટલમેન ગેમ ક્રિકેટને બદનામ કરી છે. આવું પાકિસ્તાની ખેલાડી દ્વારા કરવામાં આવ્યું હતું.
અફઘાનિસ્તાન વિરુદ્ધ જીત મેળવ્યા બાદ પાકિસ્તાન ફાઈનલમાં આવી ગયું છે. 11 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ભારત અને અફઘાનિસ્તાન આ રેસમાંથી બહાર થઇ ગયા છે. જોકે, બંનેની ઔપચારિક મેચો બાકી છે. પાકિસ્તાને બુધવારે અંતિમ ઓવરમાં આ જીત પોતાના નામે કરી હતી. જણાવી દઇએ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2022ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાનની ટીમે સુપર 4 રાઉન્ડમાં અફઘાનિસ્તાન સામે એક વિકેટથી રોમાંચક જીત નોંધાવી હતી. શારજાહમાં રમાયેલી આ મેચમાં છેલ્લી ઓવર સુધી જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો. 
T20I માં બંને ટીમો વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો અને અફઘાનિસ્તાન પાસે તેને પ્રથમ વખત જીતવાની સુવર્ણ તક હતી, પરંતુ 10માં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહે છેલ્લી ઓવરમાં સતત બે છક્કા ફટકાર્યા અને હારેલી મેચને જીતી લીધી હતી. અફઘાનિસ્તાન માટે એશિયા કપમાં ટકી રહેવા માટે આ મેચ નિર્ણાયક હતી, ત્યારે પાકિસ્તાનને પણ ફાઇનલમાં પહોંચવા માટે જીતની જરૂર હતી. આવી સ્થિતિમાં બંને વચ્ચે છેલ્લી ઘડી સુધી કાંટાની સ્પર્ધા રહી હતી. આ દરમિયાન બંને ટીમો વચ્ચેનું વાતાવરણ પણ ખૂબ જ ગરમ થઈ ગયું હતું અને બંનેના ખેલાડીઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા. તેમજ ઝપાઝપી પણ થઈ હતી, જોકે અન્ય ખેલાડીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. 
Advertisement

વિજય માટે 130 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની ઈનિંગની 19મી ઓવરના પાંચમા બોલ પર આ ઘટના બની હતી. આ ઓવરના ચોથા બોલ પર આસિફ અલીએ ફરીદ અહેમદની બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. આ પછી બીજા જ બોલ પર ફરીદે આસિફ અલીને શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા કરીમ જનતના હાથે કેચ કરાવ્યો હતો. આસિફ ફરીદના ધીમા બાઉન્સરની જાળમાં ફસાઈ ગયો હતો. આ પછી, પેવેલિયન પરત ફરતા પહેલા ફરીદ અને આસિફ વચ્ચે ઝઘડો શરૂ થયો. ફરીદનું વિકેટ લીધા બાદ સેલિબ્રેશન આસિફ માટે તેનું જાણે અપમાન થઇ રહ્યું હોય તેવું લાગતા તેણે ફરીદને ધક્કો માર્યો હતો. 
મામલો એટલો વધી ગયો કે આસિફ ફરીદ પર હાથ ઉપાડતો જોવા મળ્યો, ત્યારબાદ પેવેલિયન પરત ફરતી વખતે તેણે તેને બેટ પણ બતાવ્યું. આવી સ્થિતિમાં જ્યારે ફરીદ અહેમદે પોતાની છાતીથી ધક્કો મારવાનું શરૂ કર્યું ત્યારે અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ દરમિયાનગીરી કરી અને અમ્પાયરને પણ લડાઈની વચ્ચે આવવું પડ્યું.
ઉલ્લેખનીય છે કે, જ્યારે આસિફ અલી નવમી વિકેટ પર આઉટ થયો ત્યારે હારનો પડછાયો પાકિસ્તાનના માથા પર મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેણે 8 બોલમાં 16 રન બનાવ્યા અને બે સિક્સર ફટકારી. તેના આઉટ થતાં પાકિસ્તાનની જીતની શક્યતાઓ ધૂંધળી થઈ ગઈ હતી. પાકિસ્તાનને જીતવા માટે 7 બોલમાં 12 રન બનાવવાના હતા અને છેલ્લી વિકેટ તરીકે નસીમ શાહ અને મોહમ્મદ હસનૈનની જોડી મેદાનમાં હતી. આવી સ્થિતિમાં નસીમ શાહે એક રન સાથે સ્ટ્રાઈક જાળવી રાખી હતી અને આગામી ઓવરના પહેલા બે બોલમાં સિક્સર ફટકારીને પાકિસ્તાનને રોમાંચક જીત અપાવી હતી. નસીમ 4 બોલમાં 14 રન બનાવીને અણનમ રહ્યો હતો.
Tags :
Advertisement

.