Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વની એક માત્ર મહિલા, જેમને વિદેશ જવા માટે પાસપોર્ટ કે વિઝાની જરુર ન હતી

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અવસાન થયું. 96 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. એલિઝાબેથ II 1952માં બ્રિટનની રાણી બની જ્યારે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાનું અવસાન થયું. માત્ર 25 વર્ષની ઉંમરે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના માથા પર તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેઓ વિશ્વની એકમાત્ર મહિલા હતા જેમને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ કે વિઝાન
વિશ્વની એક માત્ર મહિલા  જેમને વિદેશ જવા માટે પાસપોર્ટ કે વિઝાની જરુર ન હતી
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અવસાન થયું. 96 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. એલિઝાબેથ II 1952માં બ્રિટનની રાણી બની જ્યારે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાનું અવસાન થયું. માત્ર 25 વર્ષની ઉંમરે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના માથા પર તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેઓ વિશ્વની એકમાત્ર મહિલા હતા જેમને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ કે વિઝાની જરૂર ન હતી.  રાણી એલિઝાબેથ II પાસે અબજોની સંપત્તિ છે. 
બ્રિટનનો રાજવી પરિવાર કરદાતાઓ પાસેથી મોટી રકમ મેળવતો હતો, જે સોવરિન ગ્રાન્ટ તરીકે ઓળખાય છે. તે રાજવી પરિવારને વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. આ અનુદાન રાજા જ્યોર્જ ત્રીજાના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે સંસદમાં એક કરાર પસાર કર્યો હતો. આ રીતે તેમણે પોતાના અને ભાવિ પેઢીઓ માટે ભંડોળ સુરક્ષિત કરવાનો માર્ગ મોકળો કર્યો. 
વર્ષ 2021 અને 2022 માં સાર્વભૌમ અનુદાનની રકમ 86 મિલિયન પાઉન્ડથી વધુ નક્કી કરવામાં આવી હતી. આ ભંડોળ સત્તાવાર મુસાફરીના ખર્ચ, મિલકતની જાળવણી અને રાણીના ઘર  બકિંગહામ પેલેસની જાળવણી માટે ફાળવવામાં આવે છે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયની નેટવર્થને લઈને  ઘણા દાવા કરવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે રાણી એલિઝાબેથ II એ 500 મિલિયન ડોલર (રૂ. 39,858,975,000) ની નેટવર્થ પાછળ છોડી છે. આ મિલકત પ્રિન્સ ચાર્લ્સ જ્યારે રાજા બનશે ત્યારે તેમને વારસામાં મળશે.
 અહેવાલ મુજબ શાહી પરિવાર પાસે 2021 સુધીમાં લગભગ 28 બિલિયન ડોલરની રિયલ એસ્ટેટ હતી, જે વેચી શકાતી નથી. તેમની પાસેની મિલકતોમાં ક્રાઉન એસ્ટેટ, બકિંગહામ પેલેસ, ડચી ઓફ કોર્નવોલ, ધ ડચી ઓફ લેન્કેસ્ટર, કેન્સિંગ્ટન પેલેસ, સ્કોટલેન્ડની ક્રાઉન એસ્ટેટનો સમાવેશ થાય છે. 
એક અહેવાલ મુજબ રાણીએ તેમના રોકાણો, આર્ટ કલેક્શન, જ્વેલરી અને રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સમાંથી 500 મિલિયન ડોલરથી વધુની વ્યક્તિગત સંપત્તિ એકઠી કરી હતી. જેમાં સેન્ડ્રિંગહામ હાઉસ અને બાલમોરલ કેસલનો સમાવેશ થાય છે. હવે જ્યારે તેમનું અવસાન થયું છે, ત્યારે તેમની અંગત સંપત્તિનો મોટાભાગનો હિસ્સો પ્રિન્સ ચાર્લ્સને સોંપવામાં આવશે.
હવે એલિઝાબેથ દ્વિતીયની વિદાય બાદ તેમના મોટા પુત્ર ચાર્લ્સ બ્રિટનના રાજા બન્યા છે. 73 વર્ષીય ચાર્લ્સ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડના 15 દેશોના વડા પણ બન્યા છે. શાહી પરિવારના નિયમો અનુસાર, એલિઝાબેથ દ્વિતીયની વિદાય પછી ચાર્લ્સે સત્તા સંભાળવાની હતી. નિયમો અનુસાર, એલિઝાબેથના મૃત્યુ પછી તરત જ ચાર્લ્સને નવા રાજા તરીકે જાહેર કરવામાં આવે છે. લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં વરિષ્ઠ સંસદસભ્યો, સનદી અધિકારીઓ, મેયર, ચાર્લ્સને ઔપચારિક રીતે રાજા બનાવવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.