Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જન્મ આપનાર જનેતા જ બની હત્યારી,જાણો સમગ્ર મામલો

સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી 1200 બેડની હોસ્પિટલમાં માંની મમતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સારવારમાં રહેલી સવા બે માસની પુત્રીને ખુદ માતાએ જ ત્રીજા માળેથી નીચે ફેકી દેતા અરેરાટી વ્યાપી છે. જન્મ આપનારી માતા જ હત્યારી સાબિત થઈ છે ત્યારે પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી, હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્રીજા માળેથી ફેકી દઈને બાદમાં પોતાની પુત્રી ગુમ થઈ હોવાનુ તરકટ રચ્યુ
જન્મ આપનાર જનેતા જ બની હત્યારી જાણો સમગ્ર મામલો
સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી 1200 બેડની હોસ્પિટલમાં માંની મમતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 
સારવારમાં રહેલી સવા બે માસની પુત્રીને ખુદ માતાએ જ ત્રીજા માળેથી નીચે ફેકી દેતા અરેરાટી વ્યાપી છે. જન્મ આપનારી માતા જ હત્યારી સાબિત થઈ છે ત્યારે પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી, હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. 
ત્રીજા માળેથી ફેકી દઈને બાદમાં પોતાની પુત્રી ગુમ થઈ હોવાનુ તરકટ રચ્યુ હતું
માંની મમતાને શર્મશાર કરતી આ ઘટનામાં માતા ફરઝાનાબાનુ મલેકે પોતાના હાથે જ સવાબે માસની દીકરી અમરીનબાનુને ફેંકી દીધી હતી. સમગ્ર શહેર જ્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીમાં વ્યસ્ત હતુ અને આવનારા નવા વર્ષને આવકારવા લોકો થનગની રહ્યા હતા ત્યારે જ નવા વર્ષે એક હત્યારી માતાએ પોતાના જ હાથે તેની દીકરીનો જીવ લઈ લીધો હતો. વર્ષ 2023ની સવાર અમરીન માટે મોત બનીને આવી હતી. સિવિલમાં 1200 બેડની બાળોકની હોસ્પિટલમાં ત્રીજા માળે સારવાર માટે દાખલ થયેલી અમરીનબાનુ વહેલી પરોઢે 4 વાગ્યે તેની માતા ફરઝાનાબાનુના પડખામાં આરામથી પોઢી રહી હતી પણ તેની માતાએ તેને પોતાના હાથમાં લીધી હતી. ફરઝાનાબાનુ પર કાળ સવાર થયો હતો અને તે અમરીનને પોતાના હાથમાં લઈને હોસ્પિટલની લોબીમાં આવી હતી. સવારે 4-12 વાગ્યે બાળકીને હાથમાં લઈ લોબીમાં ગયેલી ફરઝાનાબાનુ 4-15 વાગ્યે ખાલી હાથે તેના રુમમાં પરત ફરી. પથ્થર દીલની જનેતાએ પોતાના હાથે જ અમરીનને ત્રીજા માળેથી ફેકી દઈને બાદમાં પોતાની પુત્રી ગુમ થઈ હોવાનુ તરકટ રચ્યુ. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો તાત્કાલિક હરકતમાં આવ્યા અને પોલીસને જાણ કરવાની સાથે સાથે હોસ્પિટલના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા. સીસીટીવી ચેક કરતા હત્યારી ફરઝાનાબાનુનો ભાંડો ફુટ્યો અને શાહીબાગ પોલીસે તેની ધરપકડ કરી. આ ઘટનામાં મરનાર બાળકીનો પિતા આસિફ મલેક ફરિયાદી બન્યો છે
બાળકોના વોર્ડમાં ત્રીજા માળે દાખલ કરવામાં આવી હતી
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના રાવલી ગામના વતની આસિફ મલેકના લગ્ન 25 ડિસેમ્બર, 2021માં ફરઝાનાબાનુ સાથે થયા હતા. 5 ઓક્ટોબર, 2022માં પુત્રી અમરીનબાનુનો જન્મ થયો હતો. પુત્રીના જન્મ બાદ માતાપિતા ખુશ હતા પરંતુ અમરીન ડિલીવરી સમયે ખરાબ પાણી પી જતા તેને વડોદરામાં એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી જ્યાં તબિબોએ સર્જરી કર્યા બાદ 24 દિવસે રજા આપી હતી. બાદમાં અમરીનની તબિયત ફરી લથડતા તેને 14 ડિસેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. અમરીન જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાઈ ત્યારે તેના આંતરડા બહાર નીકળી ગયેલા હતા જે માટે તેના પર ફરી સર્જરી કરાઈ અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ. પણ તેને ન્યુટ્રિશનની કમી હોવાથી તેને બાળકોના વોર્ડમાં ત્રીજા માળે દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી ફરઝાનાબાનુએ પોતે જ અમરીનને ત્રીજા માળેથી ફેકી દઈ તેની હત્યા કરી હતી. 
શાહીબાગ પોલીસ સ્ટેશને આ અંગે ફરઝાનાબાનુની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી
શાહીબાગ પોલીસ સ્ટેશને આ અંગે ફરઝાનાબાનુની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ અંગે એફ ડિવિઝનના એસીપી પી. પી. પીરોજીયાએ ગુજરા ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, આ સમગ્ર મામલે ફરઝાનાબાનુ સામે આઈપીસી 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ફરઝાનાબાનુએ પુત્રીની હાલત પોતે જાેઈ શકતી ન હોવાથી તેની હત્યા કરી હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી છે. જાેકે પોલીસ હજુ પણ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જાેષીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, જ્યારે ફરઝાનાબાનુએ અમરીન ગુમ થયા મુદ્દે હોબાળો કર્યો ત્યારે જ અમને ઘટનાની જાણ થઈ કેમકે વહેલી સવારે ચહલપહલ વોર્ડમાં હોતી નથી. માત્ર સિક્યુરિટી ચેકીંગમાં નીકળતા હોય છે. સિક્યુરિટી પસાર થઈ ગયા બાદ ફરઝાનાબાનુએ તેની પુત્રીની હત્યાને અંજામ આપ્યો હતો. બાદમાં સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.