T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે જીવન-મરણની પથારીએ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી રેયાન કેમ્પબેલની તબિયત અચાનક લથડી છે. રેયાન કેમ્પબેલને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તે કોમામાં ચાલ્યા ગયા છે. જોકે, તેમની હાલત હજુ પણ નાજુક છે. તેમને લંડનની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાના બાળકો સાથે મેદાનમાં ફરવા ગયા હતા. જ્યાં તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. હાલત એટલી બગડી ગઈ હતી કે રસ્તામાં જ તેમને CPR આપવà«
Advertisement
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી રેયાન કેમ્પબેલની તબિયત અચાનક લથડી છે. રેયાન કેમ્પબેલને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તે કોમામાં ચાલ્યા ગયા છે. જોકે, તેમની હાલત હજુ પણ નાજુક છે. તેમને લંડનની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાના બાળકો સાથે મેદાનમાં ફરવા ગયા હતા. જ્યાં તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. હાલત એટલી બગડી ગઈ હતી કે રસ્તામાં જ તેમને CPR આપવો પડ્યો હતો.
નેધરલેન્ડના મુખ્ય કોચ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ODI વિકેટકીપર રેયાન કેમ્પબેલ હાલમાં મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે. રેયાનને શનિવારે હાર્ટ એટેક આવ્યા બાદ યુકેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેયાન T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તે 44 વર્ષની ઉંમરે 2016ના T20 વર્લ્ડ કપ દરમિયાન હોંગકોંગ માટે રમ્યો હતો. તેણે એપ્રિલ 2017થી નેધરલેન્ડ ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું છે અને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડના મર્યાદિત ઓવરોના પ્રવાસમાં તેનું નેતૃત્વ કર્યું છે. તે પ્રવાસમાંથી યુરોપ પરત ફરી રહ્યા હતા અને એક સપ્તાહ અગાઉ તેમના વતન પર્થમાં મિત્રો અને પરિવારને મળવા ગયા હતા. કેમ્પબેલ, એક શાનદાર બેટ્સમેન અને વિકેટકીપર છે જેમણે, 2002માં ઓસ્ટ્રેલિયા માટે બે ODI રમ્યા હતા. 1994 અને 2006 ની વચ્ચે, તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 98 મેચ રમી હતી. કેમ્પબેલે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે 36.31ની એવરેજથી 6009 રન બનાવ્યા હતા. WA ક્રિકેટના CEO ક્રિસ્ટીના મેથ્યુઝે કેમ્પબેલના સ્વસ્થ હોવાની શુભેચ્છા પાઠવી હતી.
Netherlands men's cricket coach Ryan Campbell in ICU after heart attack
Read @ANI Story | https://t.co/GEAQD5HB13#RyanCampbell pic.twitter.com/aXBfX5Ttod
— ANI Digital (@ani_digital) April 19, 2022
મેથ્યુઝે એક નિવેદનમાં કહ્યું, "રેયાનને હાર્ટ એટેક આવ્યો છે. તેની બગડતી હાલત વિશે સાંભળીને WA ક્રિકેટ આઘાતમાં છે. તમામ WA ક્રિકેટ સ્ટાફ, ખેલાડીઓ અને વ્યાપક ક્રિકેટ સમુદાય વતી, હું આ સમયે રેયાન, તેમની પત્નિ લેઓન્ટિના અને તેમના પરિવારને અમારા હ્રદયપૂર્વકના વિચારો આપવા માગુ છું. અમે જાણીએ છીએ કે તે શ્રેષ્ઠ સારવાર હેઠળ છે અને આશા છે કે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે." તે 44 વર્ષની ઉંમરે 2016 T20 વર્લ્ડ કપ દરમિયાન હોંગકોંગ માટે રમ્યા હતા. કેમ્પબેલે 2002માં ઓસ્ટ્રેલિયા માટે ODI મેચથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે 2016માં હોંગકોંગ તરફથી T20માં ડેબ્યૂ કર્યું હતું.
Advertisement