Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીનો બ્રિજ સમારકામ કરનારી Oreva કંપનીની ઓફિસને લાગ્યા તાળા

મોરબીમાં પુલ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દર્દનાક અકસ્માતમાં લગભગ 134 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જોકે આ પુલ પર દુર્ઘટના બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને તપાસ ચાલી રહી છે. આ કેબલ બ્રિજના જીવલેણ અકસ્માત બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ઓરેવા કંપનીના મેનેજર સહિત 9 લોકો સામે IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વળી, કેટલાકને પકડવા માટે દરોડા àª
મોરબીનો બ્રિજ સમારકામ કરનારી oreva કંપનીની ઓફિસને લાગ્યા તાળા
મોરબીમાં પુલ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દર્દનાક અકસ્માતમાં લગભગ 134 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જોકે આ પુલ પર દુર્ઘટના બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને તપાસ ચાલી રહી છે. આ કેબલ બ્રિજના જીવલેણ અકસ્માત બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ઓરેવા કંપનીના મેનેજર સહિત 9 લોકો સામે IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વળી, કેટલાકને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. બ્રિજ ધરાશાયી થતાં તેના રિનોવેશન અને મેઇન્ટેનન્સ કરતી કંપનીઓ પર સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે.
મોરબી દુર્ઘટનામાં પોલીસે કરી 9 લોકોની ધરપકડ
મોરબી બ્રિજ અકસ્માતમાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમની સામે હત્યા નહીં પણ દોષિત હત્યા સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમના લગભગ બે હજાર લોકો રાહત કાર્યમાં લાગેલા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં સિક્યોરિટી ગાર્ડ્સ સહિત ભીડને રોકવા, નિયંત્રિત કરવા માટે જવાબદાર લોકોનો સમાવેશ થાય છે. આ કેસમાં બે ટિકિટ કલેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે. 
Advertisement

Oreva કંપનીની ઓફિસને લાગ્યા તાળા
બીજી તરફ અમદાવાદમાં ઓરેવા કંપનીની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા છે. તેની તસવીરો સામે આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ ગત દિવસે આ કેસમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ઓરેવા કંપનીના મેનેજર, બે ટિકિટ ક્લાર્ક, રિપેરિંગ કોન્ટ્રાક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, 50 લોકોની ટીમ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. આ કેસમાં કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
રાજ્યમાં એક દિવસનો રાજ્ય શોક
મોરબીનો કેબલ બ્રિજ તૂટીને પાણીમાં પડી જવાથી અત્યાર સુધીમાં 134 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, હજુ પણ ઘણા લોકો ગુમ છે. મૃતકોમાં 25 બાળકોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોમવારે સાંજે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. PMએ કહ્યું કે, પીડિતોને તમામ શક્ય મદદ કરવી જોઈએ. બેઠકમાં દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરવા 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્ય શોક મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દિવસે રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધો ફરકાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, હવે આવી ઘટનાઓથી બચવા માટે અન્ય ઘણી જગ્યાએ પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી સર્વિસમાં સલામતીના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દ્વારકાનો સુદામા કેબલ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. એ જ રીતે દેશના અન્ય સ્થળોએ પણ સુરક્ષાના નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.
Tags :
Advertisement

.