ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આ ત્રણ વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યો
નોબેલ પુરસ્કાર 2022ની જાહેરાત થઇ ચૂકી છે. એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગરને ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર (Nobel Prize For Physics) આપવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કારો માટેની જાહેરાત શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં, મંગળવારે (4 ઓક્ટોબરે) ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે અલેન એસ્પેક્ટ, જોન એફ. કલોઝર અને એન્ટોન ઝિલીંગરને 2022ના ભૌતિà
નોબેલ પુરસ્કાર 2022ની જાહેરાત થઇ ચૂકી છે. એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગરને ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર (Nobel Prize For Physics) આપવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કારો માટેની જાહેરાત શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં, મંગળવારે (4 ઓક્ટોબરે) ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે અલેન એસ્પેક્ટ, જોન એફ. કલોઝર અને એન્ટોન ઝિલીંગરને 2022ના ભૌતિકશાસ્ત્રના સંયુક્ત નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
ક્વોન્ટમ મિકેનિક્સ' ક્ષેત્રમાં તેમના કામ માટે આ સંયુક્ત એવોર્ડ એનાયત
અલેન અસ્પેક્ટ, જોન એફ, કલોઝર અને એન્ટોન ઝિલીંગર આ ત્રણેય વૈજ્ઞાનિકોને 'ક્વોન્ટમ મિકેનિક્સ' ક્ષેત્રમાં તેમના કામ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કારની જાહેરાત સોમવારે (3 ઓક્ટોબર) ના રોજ શરૂ થઈ હતી જ્યારે સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને નિએન્ડરથલ ડીએનએ પરની તેમની શોધ માટે મેડિસિનનું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. પાબોએ આધુનિક માનવીઓ અને લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓના જીનોમની સરખામણી કરી બતાવ્યું કે બંને વચ્ચે પરસ્પર મિશ્રણ છે.
Advertisement
નોબેલ પુરસ્કારની જાહેરાત
આ સપ્તાહ દરમિયાન, રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર બુધવારે અને સાહિત્યનું નોબેલ પુરસ્કાર ગુરુવારે આપવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે જાહેર કરવામાં આવશે જ્યારે અર્થશાસ્ત્ર પુરસ્કાર 10 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
2021માં પણ ત્રણ વૈજ્ઞાનિકોને એવોર્ડ મળ્યો હતો
ભૌતિકશાસ્ત્ર વિજ્ઞાન માટે, 2021 માં, ત્રણ વૈજ્ઞાનિકો - સ્યુકુરો માનેબે, ક્લાઉસ હસેલમેન અને જ્યોર્જિયો પેરિસીને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પ્રકૃતિની જટિલ શક્તિઓને સમજવામાં કરવામાં આવેલ કાર્ય માટે આપવામાં આવ્યો હતો. આ શોધથી ક્લાઈમેટ ચેન્જને સમજવામાં મદદ મળી. ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની આજે જાહેરાત થશે, અર્થશાસ્ત્ર માટે 10 ઓક્ટોબરે જાહેરાત કરવામાં આવશે