Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવા વર્ષનો ઉદય આ સ્થળે પહેલો થાય છે અને આ સ્થળે મોડો..જાણો રોચક માહિતી

આજે વર્ષ 2022નો છેલ્લો દિવસબે વર્ષ બાદ થર્ટી ફર્સ્ટની ઉજવણીવર્ષ 2023ને આવકારવા થનગનાટવિવિધ સ્થળે ડીજે પાર્ટીના આયોજનહોટેલ અને રીસોર્ટ્સ થયા હાઉસફૂલસમગ્ર વિશ્વમાં નવા વર્ષ (New Year)ને આવકારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી 31મી ડિસેમ્બરની રાતથી જ શરૂ થાય છે. લોકો પોતપોતાની રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. ઘણી જગ્યાએ નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કરવામાં આવે છે, જ્યારે કેà
04:30 AM Dec 31, 2022 IST | Vipul Pandya
  • આજે વર્ષ 2022નો છેલ્લો દિવસ
  • બે વર્ષ બાદ થર્ટી ફર્સ્ટની ઉજવણી
  • વર્ષ 2023ને આવકારવા થનગનાટ
  • વિવિધ સ્થળે ડીજે પાર્ટીના આયોજન
  • હોટેલ અને રીસોર્ટ્સ થયા હાઉસફૂલ
સમગ્ર વિશ્વમાં નવા વર્ષ (New Year)ને આવકારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી 31મી ડિસેમ્બરની રાતથી જ શરૂ થાય છે. લોકો પોતપોતાની રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. ઘણી જગ્યાએ નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કરવામાં આવે છે, જ્યારે કેટલાક લોકો પોતાના પ્રિયજનો સાથે ગીતો અને નૃત્ય કરીને નવા વર્ષની ઉજવણી કરે છે. સમગ્ર વિશ્વમાં નવું વર્ષ ઘણી રીતે ઉજવવામાં આવે છે. ભારતમાં નવું વર્ષ 31મી ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા પછી આવે છે, પરંતુ ઘણા દેશો એવા છે જ્યાં દિવસ વહેલો શરૂ થાય છે. ચાલો જાણીએ કે કયા દેશોમાં નવું વર્ષ સૌથી પહેલા ઉજવવામાં આવે છે.

આ દેશોમાં સૌથી પહેલા નવું વર્ષ ઉજવવામાં આવે છે
ઓશેનિયા પ્રદેશના લોકો સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે. આ પૈકી ટોંગા, સમોઆ અને કિરીબાતી નવા વર્ષને આવકારનાર પ્રથમ દેશો છે. ટોંગાના પેસિફિક ટાપુ પર સૌ પ્રથમ નવા વર્ષનો દિવસ જોવા મળે છે, જેનો અર્થ છે કે  આ દેશોમાં સૌ પહેલા નવું વર્ષ ઉજવાય છે.  ભારતીય સમય અનુસાર, સમોઆ અને ક્રિસમસ આઇલેન્ડ/કિરીબાતીમાં 31 ડિસેમ્બરે બપોરે 3:30 વાગ્યે નવું વર્ષ શરૂ થાય છે. 

એશિયામાં જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌ પ્રથમ સ્વાગત 
એશિયન દેશોમાં નવા વર્ષનું સૌપ્રથમ સ્વાગત જાપાન અને દક્ષિણ કોરિયામાં કરવામાં આવે છે. અહીં નવું વર્ષ 31મી ડિસેમ્બરે રાત્રે 8:30 વાગ્યે શરૂ થાય છે. 

 આઇલેન્ડમાં છેલ્લે નવુ વર્ષ ઉજવાય છે
યુએસ માઇનોર આઉટલાઇંગ આઇલેન્ડમાં નવું વર્ષ છેલ્લે ઉજવવામાં આવે છે. ભારતીય સમય અનુસાર, તે 1 જાન્યુઆરીની સાંજે 5:35 વાગ્યે ઉજવવામાં આવે છે.
લોકોમાં ભારે થનગનાટ
બીજી તરફ કોરોનાના બે વર્ષ બાદ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.  વર્ષ 2023ને આવકારવા લોકો સજ્જ છે.  વિવિધ સ્થળે ડીજે પાર્ટીના આયોજન કરવામાં આવ્યા છે. દેશભરના  હોટેલ અને રીસોર્ટ્સ  હાઉસફૂલ થઇ ગયા છે. ગુજરાતને અડીને આવેલા  દીવ,ગોવા,માઉન્ટ આબુમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 

પોલીસનું સઘન ચેકીંગ
નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સતર્ક બની છે. નશો કરીને છાકટા બનીને ફરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરુ કરાયું છે.  31 ડિસેમ્બરને લઈ આંતરરાજ્ય સરહદો પર પોલીસની સતર્કતા જોવા મળી રહી છે. પોલીસે  નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ શરુ કર્યું છે અને  ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.  
આ પણ વાંચો-મોદી સરકારમાં થઇ શકે છે ફેરબદલ, જાણો ક્યા મંત્રી પડતાં મુકાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHappyNewYearNewYear2023
Next Article