Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણ, આ ત્રણ નેતા ક્યાં ભેગા થયા ?

મહારાષ્ટ્ર (Maharashtra)માં નવા રાજકીય સમીકરણ જોવા મળ્યા છે જેના કારણે ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે મુંબઈના દાદર શિવાજી પાર્કમાં પ્રથમ વખત એક મંચ પર દેખાયા હતા. પ્રસંગ હતો રાજ ઠાકરેની પાર્ટી MNS દ્વારા આયોજિત દિવાળી દીપોત્સવ કાર્યક્રમ. છેલ્લા 12 વર્ષથી MNS દ્વારા તેનું à
મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણ  આ ત્રણ નેતા ક્યાં ભેગા થયા
મહારાષ્ટ્ર (Maharashtra)માં નવા રાજકીય સમીકરણ જોવા મળ્યા છે જેના કારણે ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે મુંબઈના દાદર શિવાજી પાર્કમાં પ્રથમ વખત એક મંચ પર દેખાયા હતા. પ્રસંગ હતો રાજ ઠાકરેની પાર્ટી MNS દ્વારા આયોજિત દિવાળી દીપોત્સવ કાર્યક્રમ. છેલ્લા 12 વર્ષથી MNS દ્વારા તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આગામી BMC ચૂંટણી માટે આ ચિત્ર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંકેત
આ અવસરે ત્રણેય નેતાઓએ સ્ટેજ પર ઉભા રહીને એક સાથે બટન દબાવીને શિવાજી પાર્ક પર લગાવવામાં આવેલ ખાસ સ્કર્ટની લાઈટ પ્રગટાવી હતી. MNS દ્વારા આયોજિત કાર્યક્રમમાં શિંદે અને ફડણવીસની ભાગીદારી મુંબઈમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંભવિત રાજકીય ગઠબંધનનો સંકેત છે.

રાજ ઠાકરેએ શિંદે અને ફડણવીસનું સ્વાગત કર્યું
MNS વડા રાજ ઠાકરેએ 'દીપોત્સવ' કાર્યક્રમમાં બંને નેતાઓનું સ્વાગત કર્યું. શિંદેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષમાં દિવાળી અને અન્ય તહેવારો ઉજવી શકાયા નથી. આપણે ગણપતિ, નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. દિવાળીની સારી શરૂઆત છે.

શિંદે કેમ્પ ઉદ્ધવને BMCની સત્તામાંથી દૂર કરવા માંગે છે
મુંબઈ સહિત દસ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીની જાહેરાત આગામી દિવસોમાં થવાની ધારણા છે. ભાજપ, શિવસેનાના એકનાથ શિંદે કેમ્પ સાથે મળીને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તામાંથી દૂર કરવા માંગે છે અને તેથીી જ મનાઇ રહ્યું છે કે ત્રણેય કેમ્પ વચ્ચે ગઠબંધન થઇ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.