Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીની નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ, તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તાળું નહીં ખુલે; સુરક્ષા જડબેસલાક

નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી દીધી છે. EDના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્સીની પરવાનગી વિના ઓફિસ ખોલવામાં આવશે નહીં. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કાર્યવાહીનેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી દીધી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ED અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્à
દિલ્હીની નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ  તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તાળું નહીં ખુલે  સુરક્ષા જડબેસલાક
નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી દીધી છે. EDના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્સીની પરવાનગી વિના ઓફિસ ખોલવામાં આવશે નહીં. 

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કાર્યવાહી
નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી દીધી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ED અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્સીની પરવાનગી વિના ઓફિસ ખોલવામાં આવશે નહીં. આ સાથે કોંગ્રેસ મુખ્યાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. 
Advertisement


જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ કેસમાં EDના અધિકારીઓએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસના 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. બુધવારે એજન્સીના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી દીધી હતી. પરવાનગી વગર ઓફિસ ખોલવામાં નહીં આવે તેવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસ હેડક્વાર્ટરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
મળતી માહિતી મુજબ, EDની નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરવાની કાર્યવાહી બાદ સાવચેતીના પગલા તરીકે કોંગ્રેસ મુખ્યાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ કાર્યાલયની બહારનો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે ઓફિસ સીલ કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ રોડ પર વિરોધ પ્રદર્શન કરી શકે છે.
Tags :
Advertisement

.