Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા મોકલાયા બે જજના નામ

સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા 2 જજ જસ્ટિસ સુંધાશું ધુલિયા અને જસ્ટિસ જમશેદ પારડીવાલાના નામની સરકારને ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં નિયુક્તી માટે ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાની અધ્યક્ષતાવાળી કોલેજિયમે 2 જજના નામની ભલામણ સરકારને મોકલી છે જેમાં ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુંધાશું ધુલિયા અને ગુજરાત હાઇકોર્ટના જજ જમશેદ પારડીવાલાના નામનો સમાવેશ થાય છે. સુપ્રીમ ક
સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા મોકલાયા બે જજના નામ
સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા 2 જજ જસ્ટિસ સુંધાશું ધુલિયા અને જસ્ટિસ જમશેદ પારડીવાલાના નામની સરકારને ભલામણ કરી છે. 
સુપ્રીમ કોર્ટમાં નિયુક્તી માટે ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાની અધ્યક્ષતાવાળી કોલેજિયમે 2 જજના નામની ભલામણ સરકારને મોકલી છે જેમાં ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુંધાશું ધુલિયા અને ગુજરાત હાઇકોર્ટના જજ જમશેદ પારડીવાલાના નામનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં જજની 34 જગ્યામાંથી 2 હજું ખાલી છે. 
સરકાર જો આ ભલામણોને માની લેશે તો 2018માં જસ્ટિસ પારડીવાલા દેશના ચીફ જસ્ટિસ બની શકે છે. સુંધાશું ધુલીયા 2021થી ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે. તેમણે 1986માં એલએલબીની ડિગ્રી હાસલ કરી હતી અને શરુઆતમાં અલ્હાબાદમાં પ્રેક્ટીસ કરી હતી. ત્યારબાદ નૈનીતાલમાં હાઇકોર્ટની રચના થતાં તેમણે ત્યાં પ્રેક્ટીસ કરી હતી. 2008માં તેમની ઉત્તરાખંડ હાઇકોર્ટના સ્થાયી ન્યાયાધીશ તરીકે નિમણૂક થઇ હતી. 
બીજી તરફ જસ્ટિસ પારડીવાલાએ 1998માં વલસાડથી લો ની ડિગ્રી લીધી હતી અને 1989માં પ્રેક્ટીસ શરુ કરી હતી. પારડીવાલાનું પરિવાર વકીલ છે અને તેમના પરદાદા નવરોજજી પારડીવાલાએ 1894માં, દાદાએ 1929માં તથા પિતાએ 1955માં પ્રેક્ટીસ શરુ કરી હતી. જસ્ટિસ પારડીવાલાની 2011માં ગુજરાત હાઇકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઇ હતી અને 2013માં તે સ્થાયી જજ બન્યા હતા. 
સુપ્રીમ કોર્ટની કોલેજિયમમાં ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાની સાથે જસ્ટિસ ઉદય ઉમેશ લલીત, જસ્ટિસ એ એમ ખાનવીલકર, જસ્ટિસ ડી.વાય.ચન્દ્રચૂડ અને જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ સામેલ છે. 
Advertisement
Tags :
Advertisement

.