Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હત્યારી પત્નીએ પોતાના પ્રેમીને પામવા માટે ઘડી નાખ્યો ફિલ્મી ઢબે પ્લાન..

પ્રેમીને પામવા માટે પત્નીએ ફિલ્મી ડબ્બે પતિની હત્યા કરાવી. પત્ની અને પ્રેમીએ હત્યાને અકસ્માતમાં ખપાવા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી જોતા શંકાના દાયરામાં રહેલી પત્નીની ઉલટ તપાસ કરતા હત્યા ભેદ ઉકેલાયો.  ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલ હથિયારી પત્નીનું નામ શારદા ઉર્ફે સ્વાતિ પ્રજાપતિ છે અને તેના પ્રેમીનું નામ નીતિન પ્રજાપતિ છે. પ્ર
હત્યારી પત્નીએ પોતાના પ્રેમીને પામવા માટે ઘડી નાખ્યો ફિલ્મી ઢબે પ્લાન

પ્રેમીને પામવા માટે પત્નીએ ફિલ્મી ડબ્બે પતિની હત્યા કરાવી. પત્ની અને પ્રેમીએ હત્યાને અકસ્માતમાં ખપાવા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચની
ટીમે સીસીટીવી જોતા શંકાના દાયરામાં રહેલી પત્નીની ઉલટ તપાસ કરતા હત્યા ભેદ
ઉકેલાયો.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલ હથિયારી પત્નીનું નામ
શારદા ઉર્ફે સ્વાતિ પ્રજાપતિ છે અને તેના પ્રેમીનું નામ નીતિન પ્રજાપતિ છે. પ્રેમને
પામવા માટે બંને આરોપીઓએ ભેગા મળીને પતિ શૈલેષ પ્રજાપતિની હત્યાનો પ્લાન ઘડ્યો
હતો. જેમાં પ્રેમીએ ગોમતીપુરના કુખ્યાત બુટલેગર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા યાસીન
ઉર્ફે કાણીયોને હત્યાને અકસ્માતમાં ખાપાવા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. જોકે
અકસ્માતના સીસીટીવીએ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો અને અંતે આરોપીઓ પોલીસ સકંજામાં
આવી ગયા.

Advertisement

 

આમ તો આરોપી અને મૃતક એક ગામના વતની હતા અને બન્ને જમીન લે વેચના
ધંધા સાથે સંકળાયેલ હતા. જેને કારણે આરોપી વારંવાર મૃતક શૈલેષ પ્રજાપતિના ઘરે જતો
હતો. જેથી આરોપી નીતિન અને શારદાને પ્રેમ સંબધ બંધાયો હતો. જેમાં શૈલેષ પ્રજાપતિને
પ્રેમ સંબધની જાણ થતાં શૈલેષ પ્રજાપતિ વારંવાર આરોપી પત્નીને રોકટોક કરતો હતો અને
તેને જ લઈને આરોપીઓએ શૈલેષનું કાસળ કાઢી નાખ્યું. આરોપીઓની પૂછપરછમાં છેલ્લા અઢી
વર્ષથી બંને આરોપીઓ વચ્ચે પ્રેમ સંબધ હતા અને જેની જાણ તેના પતિને થતાં અવાર નવાર
ઝઘડા થતા જેને લઈને બંને આરોપીઓ એકબીજાને મળી
 શકતા ન હતા
જેને જ લઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
 ક્રાઇમ
બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે યાસીન ઉર્ફે કાણીયાને 7 લાખ રૂપિયા નીતિન
પ્રજાપતિએ આપી દીધા છે. ત્યારે હવે પોલીસે અક્સ્માતમાં વપરાયેલ પિકપ ડાલાને કબ્જે
કરી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

 

Tags :
Advertisement

.