Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

થિયેટર્સમાં ધૂમ મચાવ્યા બાદ, આ તારીખે ઓ.ટી.ટી પર રિલીઝ થશે ફિલ્મ

જો તમે કાશ્મીર ફાઇલ્સ જોઈ નથી શક્યા, તો હવે તમારી પાસે ફરી આ તક છે, કારણકે હવે આ ફિલ્મની OTT રીલિઝ ડેટ કન્ફર્મ છે. ધ કાશ્મીર ફાઈલ્સના ઓટીટી રિલીઝની ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેની સ્ટ્રીમિંગ તારીખ કન્ફર્મ થઈ ગઈ છે.  આ તારીખ સ્ટ્રીમીંગ કરાશેઆ ફિલ્મ 13 મેથી ZEE5 પર  ઉપલબ્ધ થશે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. ફિલ્મને OTT પર હિન્દી સહિત તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ જ
10:33 AM Apr 25, 2022 IST | Vipul Pandya
જો તમે કાશ્મીર ફાઇલ્સ જોઈ નથી શક્યા, તો હવે તમારી પાસે ફરી આ તક છે, કારણકે હવે આ ફિલ્મની OTT રીલિઝ ડેટ કન્ફર્મ છે. ધ કાશ્મીર ફાઈલ્સના ઓટીટી રિલીઝની ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેની સ્ટ્રીમિંગ તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. 
 
આ તારીખ સ્ટ્રીમીંગ કરાશે
આ ફિલ્મ 13 મેથી ZEE5 પર  ઉપલબ્ધ થશે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. ફિલ્મને OTT પર હિન્દી સહિત તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે ફિલ્મને જબરદસ્ત માઉથ પબ્લિસિટી મળી હતી. ફિલ્મની શરૂઆત ધીમી થઇ હતી. પરંતુ બાદમાં તેની કમાણીમાં તેજી આવી. ભાગ્યે જ કોઈ એવો દર્શક હશે જે સિનેમા હોલમાં રડ્યો ન હોય. એક સમયે ફિલ્મની ટિકિટ મેળવવી પણ મુશ્કેલ હતી. હવે જે લોકો કોઈ કારણોસર થિયેટરમાં જઈને આ ફિલ્મ નથી જોઈ શક્યા તેઓ ઘરે બેસીને જોઈ શકશે.
આ ફિલ્મ 13 મેના રોજ પ્રીમિયર થશે
વિવેક અગ્નિહોત્રીની લોકપ્રિય ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની ઓટીટી રિલીઝ ડેટને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. Zee5 એ તેના Instagram એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે કે આ ફિલ્મ 13 મેના રોજ પ્રીમિયર થશે. સાથે લખ્યું છે કે, કાશ્મીરી પંડિતોની કહાની સીધી તમારા સુધી લાવીએ છીએ. જો તમે તક ગુમાવી દીધી હોય, તો હવે સત્ય જોવાનો તમારો વારો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1990ની આસપાસ કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની દર્દનાક વાર્તા છે. આ ફિલ્મની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. કેટલાક લોકોએ તેને મુસ્લિમ વિરોધી અને અપ્રચાર કહ્યો, તો તે સમયે દર્દથી પીડિત ઘણા પરિવારો ફિલ્મના સમર્થનમાં આગળ આવ્યા.
Tags :
GujaratFirstottstremingthakashmirfileszee5
Next Article