Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નિષ્ઠુર તંત્રએ માસૂમનો જીવ લીધો, વિડીયો જોઈને તમારું દિલ દ્રવી ઉઠશે

સરકારના લાખ દાવા છતાં આરોગ્ય વિભાગનું તંત્ર પાછું પાટા પર આવતું નથી. ગ્રામીણ વિસ્તારોમાં નબળી આરોગ્ય સેવાને લોકોના જીવ લેવા તત્પર છે. જબલપુર ખાતે બરગીના આરોગ્ય કેન્દ્રની એક એવી બેદરકારી સામે આવી છે કે જેણે પણ સાંભળ્યું તેનો આત્મા કંપી ઉઠ્યો. હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીના કારણે સારવારના અભાવે માસુમ પુત્રનું માતાના ખોળામાં વ્યથાથી મોત થયું હતું.હકીકતમાં ચરગવાં પોલીસ સ્ટેશ
નિષ્ઠુર તંત્રએ માસૂમનો જીવ લીધો  વિડીયો જોઈને તમારું દિલ દ્રવી ઉઠશે
Advertisement
સરકારના લાખ દાવા છતાં આરોગ્ય વિભાગનું તંત્ર પાછું પાટા પર આવતું નથી. ગ્રામીણ વિસ્તારોમાં નબળી આરોગ્ય સેવાને લોકોના જીવ લેવા તત્પર છે. જબલપુર ખાતે બરગીના આરોગ્ય કેન્દ્રની એક એવી બેદરકારી સામે આવી છે કે જેણે પણ સાંભળ્યું તેનો આત્મા કંપી ઉઠ્યો. હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીના કારણે સારવારના અભાવે માસુમ પુત્રનું માતાના ખોળામાં વ્યથાથી મોત થયું હતું.
હકીકતમાં ચરગવાં પોલીસ સ્ટેશન વિસ્તારના તીનહેટા દેવરીના રહેવાસી માસૂમના પિતા સંજય પન્દ્રે પોતાના 5 વર્ષના માસૂમ પુત્ર ઋષિ પન્દ્રે સારવાર માટે બરગીના આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા. આ દરમિયાન આ હોસ્પિયલમાં ન કોઈ જવાબદાર અધિકારી હતા કે ન કોઈ ડોક્ટર. 
લાચાર માતા અને પરિવારજનો પુત્રને લઈને હોસ્પિટલના દરવાજે લાંબા સમય સુધી રાહ જોતા રહ્યા પરંતુ કલાકો સુધી ડોક્ટર ન પહોંચતા માસૂમ બાળકનું હોસ્પિટલના ઉંબરે જ મોત થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે, માસૂમના મોત બાદ પણ હોસ્પિટલમાં ન તો કોઈ ડોક્ટર આવ્યા કે ન તો વિસ્તારના બીએમઓ. જ્યારે પરિવારજનોનો રોષ ઠંડો પડ્યો ત્યારે ડોક્ટરથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી તમામ લોકો પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા. 
ગુસ્સે ભરાયેલા પરિવારજનોનું કહેવું છે કે, જો સમયસર સારવાર મળી હોત તો માસૂમનો જીવ બચી ગયો હોત.ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ સુધારવા માટે ભલે લાખો દાવા કરવામાં આવે પરંતુ હોસ્પિટલના દરવાજે માતાના ખોળામાં 5 વર્ષના બાળકનું મોત તંત્ર પર અનેક ગંભીર સવાલો ઉભા કરી રહ્યું છે. 
અહીં કેટલાંક કલાકો મોડા પહોંચેલા હોસ્પિટલના ડોક્ટરે મોડા આવવાનું અલગ કારણ આપ્યું હતું જો તેમનું માનીએ તો તેમની પત્ની એક દિવસ પહેલા ઉપવાસ કરી રહી હતી તેથી તેને હોસ્પિટલ પહોંચવામાં મોડું થયું હતું. ગ્રામ્ય પરિવારે પોતાના 5 વર્ષના માસૂમ બાળકને હંમેશા માટે ગુમાવી દીધો છે પરંતુ આ ઘટના માટે જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે સવાલ ઉભો જ છે...
Tags :
Advertisement

Related News

featured-img
video

Bet Dwarka માં ગેરકાયદેસરનાં દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર

featured-img
video

'Lucky Draw King' Ashok Mali વિરુદ્ધ વધુ એક ફરિયાદ, લકી ડ્રોની માયાજાળમાં લાખો લોકો ફસાયા!

featured-img
video

Botad માં મિલ માલિકના અપહરણનો ઉકેલાયો ભેદ, કોણે અપહરણની આપી હતી ટીપ?

featured-img
video

Meerut Crime Story: મેરઠમાં નરસંહાર, કોણ બેખૌફ ગુનેગાર?

featured-img
video

Banaskantha ના વિભાજનના વિરોધમાં હવે ભુવાની એન્ટ્રી, "મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે"

featured-img
video

Gandhinagar : ક્ષત્રિય સંકલન સમિતિ ફરી સક્રિય, ભાજપ સંગઠનમાં રાજપૂત ક્ષત્રિય સમાજને સ્થાન આપવા રજૂઆત

Trending News

.

×