Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીયોને યુક્રેનમાંથી બહારા કાઢવા હંગેરીએ નવું એરપોર્ટ આપ્યું, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 10મો દિવસ છે. રશિયા યુક્રેનમાં મિસાઈલ, તોપ દ્વારા તાબડતોબ હુમલાઓ કરી રહ્યું છે. તો બીજી તરફ ભારત સરકાર યુક્રેનમાંથી ભારતીયોને કાઢવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહી છે.  હાલમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રશિયાના બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ચલાવવામાં આવતà
11:24 AM Mar 05, 2022 IST | Vipul Pandya

રશિયા અને
યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 10મો દિવસ છે. રશિયા યુક્રેનમાં મિસાઈલ, તોપ દ્વારા
તાબડતોબ હુમલાઓ કરી રહ્યું છે. તો બીજી તરફ ભારત સરકાર યુક્રેનમાંથી ભારતીયોને
કાઢવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહી છે. 
હાલમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી
છે.
રશિયાના બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા
ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ચલાવવામાં આવતું ઓપરેશન ગંગા હજુ પણ ચાલુ છે. ભારત
સરકાર
યુક્રેનના પૂર્વ ભાગમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સાવચેત રહેવા અને હાલ
હુમલાઓના વિસ્તારથી દૂર આશ્રયસ્થાનોમાં રહેવાની સલાહ આપી છે.

javascript:nicTemp();

'હંગેરીએ ભારતને નવું એરપોર્ટ આપ્યું'

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યું કે છેલ્લા
7 દિવસમાં 6222 ભારતીયોને રોમાનિયા અને મોલ્ડોવામાંથી
બહાર કાઢવામાં આવ્યા છે. ભારત સરકારની વિનંતી પર
હંગેરીએ હવે યુક્રેનિયન સરહદથી 50 કિમી દૂર સુસેવા ખાતે નવું એરપોર્ટ પ્રદાન કર્યું છે. યુક્રેનમાં
ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને આ એરપોર્ટ દ્વારા ભારતીય જહાજોનું સંચાલન
કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અગાઉ
ઓપરેશન ગંગા યુક્રેનની સરહદથી 500 કિલોમીટર દૂર બુકારેસ્ટ એરપોર્ટથી ચલાવવામાં આવી રહ્યું હતું.

 

યુદ્ધવિરામ માટે મજબૂત દબાણ લાદવામાં
આવ્યું -
MEA

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,
'અમે યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા ભારતીય
વિદ્યાર્થીઓને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે યુદ્ધવિરામ માટે રશિયન અને યુક્રેનિયન
સરકાર પર વિવિધ ચેનલો દ્વારા મજબૂત દબાણ કર્યું છે. જેથી યુક્રેનમાં સુરક્ષિત
કોરિડોર બનાવીને ભારતીય નાગરિકોનું સલામત સ્થળાંતર કરી શકાય.
તેમણે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને જોખમી
વિસ્તારોમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી સલામતીની સાવચેતી રાખવાની સલાહ આપી
હતી. તોપમારો ટાળવા અને બિનજરૂરી જોખમો લેવાનું ટાળવા માટે બોમ્બ આશ્રયસ્થાનોમાં
આશ્રય લો. મંત્રાલય અને અમારું દૂતાવાસ આ બાબતે વિદ્યાર્થીઓના નિયમિત સંપર્કમાં
છે.

Tags :
GangaGujaratFirstIndianStuentRussiaUkrainwarukraine
Next Article