Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુમ થયેલી બાળકીને ગણતરીના કલાકોમાં જ રાજકોટ પોલીસે શોધી માતા સાથે કરાવ્યું મિલન

રાજકોટના કોઠારિયા પાસે બજરંગદાસ બાપુની ગૌશાળામાં રહેતી પાંચ વર્ષની બાળકી ગુમ થયા બાદ મળી આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા... બાળકી  ઇન્દિરા નગર રોડ વિસ્તારમાં જનોઇ પ્રસંગમાં તેની માતા સાથે ગઇ હતી..દરમ્યાન રમતા રમતા જ બાળકી ગુમ થઇ ગઇ હતી.. જે બાદ માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી બાળકી ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી..બાળકીને શોધવા માટે પોલીસ તુરંત હરકતમાં આવી હતી.સીસીટીવી ફૂટેજàª
07:18 AM Dec 09, 2022 IST | Vipul Pandya
રાજકોટના કોઠારિયા પાસે બજરંગદાસ બાપુની ગૌશાળામાં રહેતી પાંચ વર્ષની બાળકી ગુમ થયા બાદ મળી આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા... બાળકી  ઇન્દિરા નગર રોડ વિસ્તારમાં જનોઇ પ્રસંગમાં તેની માતા સાથે ગઇ હતી..દરમ્યાન રમતા રમતા જ બાળકી ગુમ થઇ ગઇ હતી.. જે બાદ માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી બાળકી ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી..બાળકીને શોધવા માટે પોલીસ તુરંત હરકતમાં આવી હતી.
સીસીટીવી ફૂટેજના સહારે શોધખોળ હાથ ધરી હતી 
પોલીસે બાળકી જ્યાંથી ગુમ થઇ તે વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.. સાથેજ બાળકીનો ફોટો નજીકના વિસ્તારોમાં ફરતો કરી બાળકી અંગે કોઇ માહિતી મળે તો તુરંત જણાવવા કહ્યું હતું. આ દરમ્યાન એવું સામે આવ્યુ હતું કે બાળકી રમતા રમતા બાળકી રમતા રમતા કોઠારીયા રોડ રણુંજા મંદીર તરફ ગઇ હતી..આથી પોલીસે એ વિસ્તારમાં તપાસ કરતા ગુમ થયેલી બાળકી મળી આવી હતી..પોલીસે બાળકીનો કબ્જો લઇ તેની માતાને બાળકી સોંપી હતી.. માતા સાથે બાળકીનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. 
 
પોલીસે ગણતરીના કલાકોજમાં ગુમ થયેલી બાળકીને શોધી કાઢીને ખુબજ પ્રશંસનીય કામગીરી બજાવી હતી 
આ પણ વાંચો  -  ભાજપના વાવાઝોડામાં અડિખમ રહ્યા અર્જુન મોઢવાડીયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Tags :
emotionalscenesGujaratFirstmissinggirlmotherpoliceRAJKOTreunited
Next Article