મહીસાગરના વડદલા ગામના લોકોની દયનીય હાલત, પાણી મેળવવા દૂર જવું પડે છે
રાજયભરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીનો પોકાર ઉઠવા માંડયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા લોકોની પાણીની સમસ્યાની રજૂઆત સરકાર સુધી પહોંચે તે માટે ખાસ અભિયાન શરુ કરાયું છે. બાલાસિનોર પાસેના ગામોના લોકોને ભર ઉનાળે પાણી મળતું નથી. લોકોને પાણી ભરવા 5 કિમી દુર જવું પડે છે.પાણી એ લોકોના જીવન માટે પાયાની જરુàª
Advertisement
રાજયભરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીનો પોકાર ઉઠવા માંડયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા લોકોની પાણીની સમસ્યાની રજૂઆત સરકાર સુધી પહોંચે તે માટે ખાસ અભિયાન શરુ કરાયું છે. બાલાસિનોર પાસેના ગામોના લોકોને ભર ઉનાળે પાણી મળતું નથી. લોકોને પાણી ભરવા 5 કિમી દુર જવું પડે છે.
પાણી એ લોકોના જીવન માટે પાયાની જરુરીયાત છે, છતાં અતંરિયાળ ગામોના લોકોને પાણી સહેલાઇથી ઉપલબ્ધ નથી. વર્ષોથી પાણીની સમસ્યાને હલ કરી શકાઇ નથી. રાજયના વિવિધ વિસ્તારોમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીની બુમ ઉઠી રહી છે. અંતરીયાળ વિસ્તારમાં પાણીની તીવ્ર સમસ્યા છે. પાણી માટે લોકોને ટળવળવું પડે છે.
રાજ્યમાં ઉનાળા દરમિયાન લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણીની બુમ પણ પડી રહી છે. રાજયના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની તીવ્ર સમસ્યા જોવા મળી રહી છે. લોકોને પીવાનું પાણી મેળવવા માટે દુર સુધી જવું પડે છે અને નલ સે જલ સહિતની યોજનાનો કોઇ જ લાભ લોકોને મળતો નથી. આણંદ જીલ્લાના વડદલા ગામની સ્થિતી પણ કંઇક આવી જ છે અને લોકોને પાણી ભરવા માટે 5 કિમી દુર જવું પડે છે.
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા વિસ્તારમાં આવેલું વડદલા ગામ 15 હજારથી પણ વધુ વસ્તી ધરાવે છે.જો કે ગ્રામજનો જણાવે છે તે 15 દિવસે ગામ વિસ્તાર માં એક જ વાર પાણી આવે છે.મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે ત્યારે આ ગામમાં 15-15 દિવસે ગામ વિસ્તારમાં એક જ વાર પાણી આવે છે.જેના કારણે તમામ ગામ લોકો પાણી ભરવા કિલોમીટરો સુધી દૂર ચાલતું જવું પડી રહ્યું છે.
ભર ઉનાળે પાણી લેવા ચારથી પાંચ કિલોમીટર જવું મહિલાઓ અને બાળકો માટે અઘરું બની રહ્યું છે.માથે ભર ઉનાળાનો ધસમસતો તાપ અને ચાલતા પાણી લેવા જતા ઘણી મહિલાઓની તબિયત કથળી રહી છે.આ ગામમાં કરોડોના ખર્ચે 'નલ સે જલ યોજના' મિશન અંતર્ગત ઘર ઘર નળ અને જળ પહોંચાડવાનું પ્રયત્ન કરે છે, પરંતુ આ બધી વાતો ફક્ત સરકારી ચોપડા સુધી જ મર્યાદિત છે. આ પંચાયત વિસ્તારમાં તંત્ર અને યોજના બંને નાપાસ સાબિત થઇ રહી છે.
ગામની તમામ મહિલાઓ દ્વારા તંત્ર પાણી માટે પોકાર કરી આવેદનો આપવામાં આવ્યા છે પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.ગ્રામજનોની હાલત ઉનાળામાં ખરાબ થઇ રહી છે પણ તંત્રના બહેરા કાને તેમની વેદના સંભળાતી નથી. તેમની પાણીની સમસ્યા તત્કાળ હલ થાય તે માટે ગ્રામજનો દ્વારા સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે.