Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચિત્તને મનને સુગંધથી તરબતર કરી દે એવું નિમંત્રણ પાઠવાયું છે

આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું લોકપ્રિય થયું છે અને લોકો પણ એના ઉપર એટલા બધા પ્રવૃત્તિ થયા છે કે ક્યારેકતો આપણને સોશિયલ મીડિયા અપ્રસ્તુત અને ક્યારેકતો કંટાળાજનક પણ લાગે. પણ આજે સવારે  whatsapp ઉપર એક સ્વજનની  પોતાના સ્વ હસ્તાક્ષરે પેનથી લખેલું ટૂંકુ છતાં અર્થસભર અને ચિત્તને મનને સુગંધથી તરબતર કરી દે એવું નિમંત્રણ પાઠવાયું છે.આપણે માત્ર એનો સાર જોઈએ સ્નેહી શ્રી, તાજેતરમાં અમે અમારા
07:18 AM Jun 01, 2022 IST | Vipul Pandya
આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું લોકપ્રિય થયું છે અને લોકો પણ એના ઉપર એટલા બધા પ્રવૃત્તિ થયા છે કે ક્યારેકતો આપણને સોશિયલ મીડિયા અપ્રસ્તુત અને ક્યારેકતો કંટાળાજનક પણ લાગે. પણ આજે સવારે  whatsapp ઉપર એક સ્વજનની  પોતાના સ્વ હસ્તાક્ષરે પેનથી લખેલું ટૂંકુ છતાં અર્થસભર અને ચિત્તને મનને સુગંધથી તરબતર કરી દે એવું નિમંત્રણ પાઠવાયું છે.

આપણે માત્ર એનો સાર જોઈએ સ્નેહી શ્રી, તાજેતરમાં અમે અમારા ફ્લેટની ગેલેરીમાં એક કુંડામાં મોગરાનો છોડ વાવ્યો હતો અને પરિવારના બાળકોને રોજ એ મોગરાના છોડ ને પાણી પાવાનું સૂચન કર્યું હતું. ભૂલકાઓના અવિરત પ્રયાસોથી એ નાનકડો મોગરાનો છોડ કુંડામાં રોજેરોજ ફુલતો ફાલતો ગયો અને આજે સવારે વહેલી પરોઢે ગેલેરીમાં જઈને જોયું તો એના ઉપર  આંખોને, નાકને, ચિત્તનીને સમગ્ર અસ્તિત્વને સ્પર્શી જાય ને આપણી સવારને સુગંધથી તરબતર કરી દે એવું એક નવજાત મોગરાનું ફૂલ ખીલી ઉઠ્યું છે.

અમારા આખા પરિવાર માટે આજે આ બહુ મોટી ખુશાલીનો અવસર બની ગયો છે અને અમારી આ ખુશીને વહેંચવા માટે આજે સાંજે સ્વજનોને ભેગા કરીને એક પાર્ટીનું આયોજન કર્યું છે. પાર્ટીનો હેતુ તો આપ સમજી જ ગયા હશો!

અમારી ગેલેરીમાં એક દિવસ પહેલા અમારા પરિવારનું સભ્ય બનીને આવેલું કુંડામાં રોકાયેલું મોગરાનું એ નાનકડું વૃક્ષ કહો કે છોડ અમારા બાળકોના જતા નથી ફૂલી ફાલીને આજે અમારે માટે આનંદ અને આશ્ચર્યનું એક નવું સરનામું બનીને પહેલા ફુલ રૂપે ખીલ્યું છે. ત્યારે અમારા સૌના આ આનંદ પ્રસંગને આપણે સૌ સાંજે સાથે બેસીને એક નાનકડી પાર્ટીના રૂપમાં આ પ્રકૃતિના સૌંદર્યના અનુપમ વૈભવને માણીશું જાણીશું ને પરસ્પરના પ્રેમથી ને પહેલા મોગરાના ફૂલની હાજરીમાં મહેંકીશુ. આવશોને?"

અત્યંત ભૌતિક બની રહેલા આજના વાતાવરણમાં એક સ્વજન પરિવારે પાઠવેલું આ નિમંત્રણ સમગ્ર અસ્તિત્વની એક નવી જ ચેતના અને નવાજ વિચારોના વૈભવથી છલકાવી ગયું.

આ નિમંત્રણમાંએ પરિવારનો પ્રકૃતિપ્રેમ એ ઉપરાંત બાળકોને પ્રકૃતિ તરફ વાળવાનું આ સુગંધી પ્રયાસ તથા જેમ ઘરમાં બાળક જન્મ્યું હોય એટલી પ્રસન્નતાથી પહેલા મોગરાના ફૂલને આવકારવાનો આ પરિવારનો ઉમળકો આપણને એક નવોજ જીવન જીવવાનું પાઠ શીખવી જાય છે.
શું આપણે સહુ પણ દુન્યવી વ્યવહારો માંથી થોડી ફુરસદ કાઢીને પ્રકૃતિના પરમ પ્રસાદ જેવા આવા નાનકડા વૈભવી અવસરને ઉજવીને પરમાત્માની અને પ્રકૃતિની નજીક હોવાનું અહેસાસ ના મેળવી શકી.
આ પણ  વાંચોરોટલી શા માટે ગણીને ના બનાવવી જોઈએ? જાણો તેમના પાછળના કારણો

Tags :
GujaratFirstinvigoratethemindmindissentwithfragrance
Next Article