Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HDFC અને HDFC બેંકનું થશે મર્જર, ભારતીય બેંકિંગ ક્ષેત્રે આ એક ઐતિહાસિક નિર્ણય

ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક, HDFC આજે HDFC (ભારતની સૌથી મોટી Mortgage ફાઇનાન્સ સંસ્થા) બેંક સાથે વિલીનીકરણની જાહેરાત કરી છે. ભારતીય બેંકિંગ ક્ષેત્રે આ એક ઐતિહાસિક નિર્ણય છે.હવેથી, HDFCની તમામ પેટાકંપનીઓ અને સહયોગી કંપનીઓ HDFC બેંકની પેટાકંપનીઓ અને સહયોગી કંપનીઓ બની જશે. આ સૂચિત વ્યવહાર એક મોટી બેલેન્સ શીટ અને નેટ-વર્થ બનાવવા માટે છે જે અર્થતંત્રમાં વધુ ધિરાણના પ્રવાહને મંજૂરી આપશે. તà«
hdfc અને hdfc બેંકનું થશે મર્જર  ભારતીય બેંકિંગ ક્ષેત્રે આ એક ઐતિહાસિક નિર્ણય
ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક, HDFC આજે HDFC (ભારતની સૌથી મોટી Mortgage ફાઇનાન્સ સંસ્થા) બેંક સાથે વિલીનીકરણની જાહેરાત કરી છે. ભારતીય બેંકિંગ ક્ષેત્રે આ એક ઐતિહાસિક નિર્ણય છે.
હવેથી, HDFCની તમામ પેટાકંપનીઓ અને સહયોગી કંપનીઓ HDFC બેંકની પેટાકંપનીઓ અને સહયોગી કંપનીઓ બની જશે. આ સૂચિત વ્યવહાર એક મોટી બેલેન્સ શીટ અને નેટ-વર્થ બનાવવા માટે છે જે અર્થતંત્રમાં વધુ ધિરાણના પ્રવાહને મંજૂરી આપશે. તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન સહિત મોટી ટિકિટ લોનના અન્ડર રાઈટિંગને પણ સક્ષમ કરશે - જે દેશની તાત્કાલિક જરૂરિયાત છે.
વિલીનીકરણ વિશે બોલતા, HDFCના ચેરમેન દીપક પારેખે જણાવ્યું હતું કે, “આ મર્જર યોગ્ય છે. મારું માનવું છે કે, RERAના અમલીકરણ, હાઉસિંગ સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થિતિ, બધા માટે પોસાય તેવા આવાસ જેવી સરકારની પહેલને કારણે હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ કૂદકે ને ભૂસકે વૃદ્ધિ પામવા માટે તૈયાર છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં, બેંકો અને NBFCs માટેના વિવિધ નિયમો સુમેળમાં છે, જેનાથી સંભવિત વિલીનીકરણ સક્ષમ બને છે. 
વધુમાં, પરિણામી મોટી બેલેન્સ શીટ મોટી ટિકિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોનના અંડર રાઈટિંગ ને મંજૂરી આપશે, અર્થતંત્રમાં ધિરાણ વૃદ્ધિ ગતિ વેગ આપશે, પરવડે તેવા આવાસને વેગ આપશે અને કૃષિ ક્ષેત્રે ધિરાણ સહિત અગ્રતા ક્ષેત્રે ધિરાણની માત્રામાં વધારો કરશે.
HDFC બેંક તેની 6,342 શાખા દ્વારા 3,000થી વધુ શહેરો/નગરોમાં હાજરી ધરાવે છે, જેમાં લગભગ 50% શાખાઓ દેશના અર્ધ-શહેરી/ગ્રામીણ ભૌગોલિક વિસ્તારમાં છે. આ વિતરણનો લાભ ઉઠાવતા, સૂચિત ટ્રાન્ઝેક્શન હોમ લોન ઓફ રિંગને વ્યાપક બનાવી, જે પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય ઉદ્દેશ્ય સાથે સમાનાર્થી છે જે તમામ માટે આવાસ પ્રદાન કરવાનો ઇરાદો ધરાવે છે.
Advertisement
Tags :
Advertisement

.