Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્ટેશન રોડ પરના ભૃગુમંઝીલ શોપીંગમાં 4 દુકાનોના તાળા તૂટ્યાં

ભરૂચ શહેરમાં એક જ રાત્રે એક જ કોમ્પ્લેક્સની ચાર જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ પરચુરણ સહિતના મુદ્દામાલની ચોરી કરવા સાથે ઠંડુ પીણું આરોગી રહ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય થયો હોય તેમ કરીને અંજામ આપી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે.હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત આરંભી છે.ભ
સ્ટેશન રોડ પરના ભૃગુમંઝીલ શોપીંગમાં 4 દુકાનોના તાળા તૂટ્યાં
ભરૂચ શહેરમાં એક જ રાત્રે એક જ કોમ્પ્લેક્સની ચાર જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ પરચુરણ સહિતના મુદ્દામાલની ચોરી કરવા સાથે ઠંડુ પીણું આરોગી રહ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય થયો હોય તેમ કરીને અંજામ આપી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે.હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત આરંભી છે.
ભરૂચ શહેરના હાર્દસમા વિસ્તાર સ્ટેશન રોડ પર આવેલી ભૃગુ મંઝિલ શોપિંગ સેન્ટરમાં આવેલી ગણેશ ખમણ,ડાયેના સિંગાર,ન્યુ લુક નામની ૪ દુકાનોને તસ્કરોએ રાત્રી દરમિયાન નિશાન બનાવી હતી. સવારે રાબેતા મુજબ દુકાનદારો પોતાની દુકાને પહોંચ્યા ત્યારે દુકાનોના આગળના શટરો ઊંચું થયેલું અને સમાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.તસ્કરોએ ગણેશ ખમણ નામક દુકાનમાં પ્રવેશતા પહેલા દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરા તોડી શટલ ઊંચું કરી પ્રવેશી દુકાનના કાઉન્ટરમાં મુકેલા પરચુરણ અને ફ્રીજમાં મૂકેલું ઠંડુ પીણું તસ્કરોએ આરોગીને ઠંડક મેળવી દુકાન માલિકને ૫ થી ૭ હજાર રૂપિયાનું નુકસાન કરી ફરાર થઇ જવા પામ્યા હતા. 
મોડી રાત્રી દરમિયાન દુકાનમાં પ્રવેશી તસ્કરોની ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા થવા પામી હતી જેની જાણ દુકાનદાર અશોકભાઈ જાદવ અને બીજા દુકાનદારોએ શહેરના એ ડિવિઝન મથકને કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી  ચોરી અંગેની ફરિયાદ નોંધી ચોરોને પકડવાની તજવીજ હાથધરી હતી.
Advertisement
Tags :
Advertisement

.