નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડાતા ગોલ્ડન બ્રિજની સપાટી ૨૭ ફૂટને પાર
મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોની ચિંતા વધવા સાથે ખેડૂતો અને માછીમારોને ફરી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ની સપાટી ૨૭ ફૂટે પહોંચી ગઈ છે.ઉપરવાસમાં ભારે વરસાદà
મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોની ચિંતા વધવા સાથે ખેડૂતો અને માછીમારોને ફરી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ની સપાટી ૨૭ ફૂટે પહોંચી ગઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિવિધ ડેમોમાંથી પાણીનો પ્રવાહ સરદાર સરોવર ડેમમાં આવી રહ્યો છે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની સપાટીમાં વધારો થતાં ડેમ સત્તાધિશો દ્વારા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને કાંઠા વિસ્તારના લોકોને હાલાકી ન ભોગવી પડે તે માટે થોડા થોડા દિવસોના અંતરે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ફરી એકવાર નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે . ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટીમાં વધારો થયો છે ગોલ્ડન બ્રિજની સપાટી ૨૮ ફૂટને પાર પહોંચી ગઈ છે જેના પગલે નદીકાંઠાના કેટલાય ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળવા સાથે કાંઠા વિસ્તારોના મકાનો સુધી પાણી પહોંચ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે કાંઠા વિસ્તારોને પણ સાવચેત કરાયા છે. નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા એલર્ટ કરાયા છે.
નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે અંકલેશ્વરના દક્ષિણ છેડા તરફ આવેલ કોવિડ સ્મશાન સુધી નદીના પાણી પહોંચી રહ્યા છે. નર્મદા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે કાંઠા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા માટે સૂચનાઓ આપવા સાથે પોલીસ કાફલો મુકવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ વધવાના કારણે પશુપાલકોને પણ પોતાના પશુઓ નદીના કાંઠે ન મોકલવા તેમજ કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.
Advertisement