Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KKની છેલ્લી કોન્સર્ટના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયા, લોકો થયા ભાવુક

ગાયક કેકેનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. તે સમયે તેઓ કોલકાતામાં પરફોર્મ કરી રહ્યાં હતાં જ્યાં તેમની તબિયત બગડી અને પછી તે હોટેલ ગયા. આ પછી હોટલમાં તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિંગર કેકેનું મોડી રાત્રે કોલકાતામાં નિધન થયું છે. કેકેનું કોલકાતામાં છેલ્લું  પર્ફોર્મન્સ હતું અને પરફોર્મન્સ આપ્યા પછી કેકેની તબિયત બગડવા લાગી. હવે કોન્સર્ટમાંથી કેકà
kkની છેલ્લી કોન્સર્ટના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયા  લોકો થયા ભાવુક
ગાયક કેકેનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. તે સમયે તેઓ કોલકાતામાં પરફોર્મ કરી રહ્યાં હતાં જ્યાં તેમની તબિયત બગડી અને પછી તે હોટેલ ગયા. આ પછી હોટલમાં તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિંગર કેકેનું મોડી રાત્રે કોલકાતામાં નિધન થયું છે. કેકેનું કોલકાતામાં છેલ્લું  પર્ફોર્મન્સ હતું અને પરફોર્મન્સ આપ્યા પછી કેકેની તબિયત બગડવા લાગી. હવે કોન્સર્ટમાંથી કેકેના કેટલાક  વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. 
એક વીડિયોમાં કેકેને ઘણી તકલીફ થઈ રહી હતી, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પર્ફોર્મન્સ દરમિયાન તે ખૂબ જ ગરમી અનુભવે છે અને તે પોતાના ચહેરાને  વરંવાર ટુવાલથી સાફ કરે છે. જ્યારે ગરમી તેમનાથી સહન ન થઈ શકે, ત્યારે તેઓ એર કંડિશનર વિશે પણ ફરિયાદ કરે છે. એટલું જ નહીં, તે પોતાની જાતને ઠંડક આપવા માટે અહીં-તહીં ફરતા જોઇ શકાય છે, પરંતુ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમને ખૂબ જ ગરમી લાગી રહી છે.
Advertisement

સાથે જ બીજો એક વીડિયો પર સામે આવ્યો છે જેમાં કેકે એવું કહી રહ્યાં છે કે યહીં મર જાઉં ના ..જિંદગીનો ભરોસો નથી, જીભમાંથી નીકળેલા શબ્દો ક્યારે સાચા થઈ જાય છે તે કોઈને ખબર નથી. ગાયક કેકે સાથે પણ આવું જ છે. કોને ખબર હતી કે  હજારો લોકોનું મનોરંજન કરનાર આ ગાયક બીજી જ સેકન્ડમાં અંતિમ શ્વાસ લેશે. કેકેના નિધનથી સમગ્ર સંગીત ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. વિડિયોમાં કેકે રોમેન્ટિક ગીત આંખે મેં તેરી અજબ સી અદાએ હૈ ગીત ગાય છે. ગાતી વખતે, તે પ્રેક્ષકોમાં બેઠેલી છોકરીઓને માઈક પર ગાવાનું કહે છે. કે.કે.ના મોઢામાંથી નીકળેલી આ વાત તે જ રાત્રે સાચી પડી. આનાથી વધુ પીડાદાયક શું હોઈ શકે?

કેકેના મૃત્યુના સમાચારે સૌને હચમચાવી દીધા. સિંગર કેકેના અંતિમ પ્રદર્શનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. કોન્સર્ટ દરમિયાન, KKએ તેમનું સૌથી પ્રખ્યાત ગીત "હમ રહે યા ના રહે કલ, કલ યાદ આયેંગે યે પલ" પણ ગાયું હતું. લોકો તેમના આ ગીત પર ખૂબ ડાન્સ કરી રહ્યા હતા. પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે કેકે આ ગીત છેલ્લી વખત ગાશે. પરંતુ સમયને કંઈક બીજું જ મંજૂર હતું. કોન્સર્ટ પછી, કેકેએ દુનિયાને અલવિદા કહી દીધું.
Advertisement

કેકેના નિધન બાદ હવે તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર  દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ કોન્સર્ટ ઓથોરિટી પર પણ નિશાન સાધ્યું છે કે તેઓએ સ્થળ પર એર કંડિશનરની યોગ્ય વ્યવસ્થા કેમ ન કરી. તેઓ લખી રહ્યાં છે કે ઓડિટોરિયમમાં એસી ચાલતું ન હતું. KK એ પણ તેના વિશે ફરિયાદ કરી કારણ કે તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો. લોકો કહી રહ્યાં છે કે આયોજકોની બેજવાબદારીના કારણે કેકેનું મૃત્યુ થયું હતું.

તે જ સમયે, એકે  સોશિયલ મિડીયા યુઝર્સે કમેન્ટ કરી છે કે જો કેકેએ વધુ ભીડવાળા બંધ ઓડિટોરિયમમાં પ્રદર્શન ન કર્યું હોત, તો તે કદાચ આજે જીવિત હોત. આપણે જોઈ શકીએ છીએ કે તે કેટલી અસ્વસ્થા અનુભવે છે. પરંતુ તેમ છતાં તેમણે ચાહકો માટે પરફોર્મ કર્યું. જણાવી દઈએ કે કેકે બે દિવસના પ્રવાસ માટે કોલકાતા ગયા હતા અને ત્યાં તેમણે વિવેકાનંદ કોલેજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. તેઓ બુધવારે નવી દિલ્હી પરત ફરવાના હતા.
Advertisement
Tags :
Advertisement

.