Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્ણાટક સરકારે કહ્યું- અહીં જ હનુમાનજીનો જન્મ થયો હતો, ચૂંટણી પહેલા ભવ્ય મંદિર બનાવવાની યોજના

કર્ણાટકની ભાજપ સરકાર યુપીમાં અયોધ્યાના રામ મંદિરને અહીંના હનુમાન મંદિર સાથે પર્યટન કોરિડોર દ્વારા જોડવા માંગે છે. આ માટે આ હનુમાન મંદિરને વધુ ભવ્ય બનાવવાની યોજના છે. કર્ણાટકમાં રાજ્ય સરકારે અધિકારીઓને ભવ્ય હનુમાન મંદિર બનાવવાનો આદેશ આપ્યો છે. આ મંદિર અંજ્યાનાદ્રી પર્વત પર બનાવવામાં આવશે, જ્યાં હનુમાનજીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. કહેવાઇ રહ્યું છે કે આ મંદિર અયોધ્યામ
કર્ણાટક સરકારે કહ્યું  અહીં જ હનુમાનજીનો જન્મ થયો હતો  ચૂંટણી પહેલા ભવ્ય મંદિર બનાવવાની યોજના
કર્ણાટકની ભાજપ સરકાર યુપીમાં અયોધ્યાના રામ મંદિરને અહીંના હનુમાન મંદિર સાથે પર્યટન કોરિડોર દ્વારા જોડવા માંગે છે. આ માટે આ હનુમાન મંદિરને વધુ ભવ્ય બનાવવાની યોજના છે. કર્ણાટકમાં રાજ્ય સરકારે અધિકારીઓને ભવ્ય હનુમાન મંદિર બનાવવાનો આદેશ આપ્યો છે. આ મંદિર અંજ્યાનાદ્રી પર્વત પર બનાવવામાં આવશે, જ્યાં હનુમાનજીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. કહેવાઇ રહ્યું છે કે આ મંદિર અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં મે 2023 પહેલા વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપ ચૂંટણીમાં આ મંદિરથી હિંદુ બોટબેન્કને પોતાના પક્ષે કરવા માંગે છે. 
કર્ણાટક-આંધ્રપ્રદેશમાં હંગામો છે
તમને જણાવી દઈએ કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે  હનુમાનજીના સાચા જન્મસ્થળને લઈને હંગામો ચાલી રહ્યો છે. એક તરફ, કર્ણાટક દાવો કરે છે કે હનુમાનનો જન્મ રાજ્યના ઉત્તર ભાગમાં હમ્પી નજીક કિષ્કિંધા સ્થિત અંજયાનંદ્રી ટેકરી પર થયો હતો. વાસ્તવમાં કર્ણાટકની ભાજપ સરકાર અયોધ્યામાં રામ મંદિરને અહીંના હનુમાન મંદિર સાથે ટૂરિઝમ કોરિડોર દ્વારા જોડવા માંગે છે. આ માટે આ હનુમાન મંદિરને વધુ ભવ્ય બનાવવાની યોજના છે. આ મંદિર તુંગભંદ્રા નદીના કિનારે આવેલું છે અને વર્લ્ડ હેરિટેજ હમ્પીથી માત્ર 20 કિમી દૂર છે. એવું માનવામાં આવે છે કે હમ્પી રામાયણનું કિષ્કિંધા છે, જ્યાં વાનરોનું સામ્રાજ્ય હતું. 
ખેડૂતોની જમીન હસ્તગત કરવી  પડશે
આ પ્રોજેક્ટ અંતર્ગત આ મંદિર સુધી રસ્તાઓ ગોઠવવા અને વૈકલ્પિક રસ્તો તૈયાર કરવાની પણ વાત થઈ રહી છે. શનિવારે આ સંદર્ભમાં જારી કરાયેલા આદેશ અનુસાર પ્રોજેક્ટ માટે 60 એકર જમીનની જરૂર પડશે. તેમાં ખેડૂતોની માલિકીની 58 એકર ખાનગી જમીનનો પણ સમાવેશ થાય છે. આ જમીન ખેડૂતોની સંમતિથી કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા લેવાનું પણ આદેશમાં કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી બોમાઈ પોતે આ પ્રોજેક્ટમાં અંગત રસ લઈ રહ્યા છે અને આ મુદ્દે ઘણી વખત બેઠકો પણ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 15 જુલાઈ પછી તેઓ બીજી સમીક્ષા બેઠક માટે આ સ્થળની મુલાકાત લેશે.
શું છે આંધ્ર પ્રદેશનો દાવો?
ડિસેમ્બર 2020માં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા એક નિષ્ણાત પેનલની રચના કરવામાં આવી હતી, જે આંધ્ર પ્રદેશમાં વિવિધ મંદિરોની દેખરેખ રાખે છે. તેમાં વૈદિક વિદ્વાનો, પુરાતત્વવિદો અને ઈસરોના વૈજ્ઞાનિકનો પણ સમાવેશ થતો હતો. રિપોર્ટમાં હનુમાનજીના જન્મ સ્થાન વિશે દાવો કરવામાં આવ્યો છે. બાદમાં એપ્રિલ 2021માં સમિતિએ દાવો કર્યો હતો કે હનુમાનનો જન્મ આંધ્રપ્રદેશના અંજનાદ્રી પર્વત પર થયો હતો. તેની પાછળની માન્યતાઓ સાથે જ્યોતિષીય અને વૈજ્ઞાનિક પુરાવાઓ પણ આપવામાં આવ્યા હતા.
કર્ણાટક સરકાર શું કહે છે?
કર્ણાટકના વિવિધ મંત્રીઓ કહે છે કે રામાયણમાં હમ્પી નજીકના અંજ્યાનાદ્રી પર્વતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે રામાયણમાં રામ અને લક્ષ્મણ આ સ્થાન પર હનુમાનને મળ્યાં હતા. હનુમાનની સાથે અહીં રામ, સીતા અને અંજના દેવીની પણ મૂર્તિ બિરાજમાન છે.
Advertisement
Tags :
Advertisement

.