Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિઘ્નહર્તાની વિરાટ પ્રતિમાનું થઈ શકશે સ્થાપન, રાજ્ય સરકારની મહત્ત્વની જાહેરાત

રથયાત્રા બાદ દેશમાં એક બાદ એક તહેવારોનું આગમન થઇ રહ્યું છે. બે વર્ષ બાદ રાજ્યમાં કોરોનાનું વિઘ્ન દૂર થતું દેખાઇ રહ્યું છે. આ વર્ષે અમદાવાદ રથયાત્રાનું પણ રાજ્યસરકાર દ્વારા સફળતા પૂર્વક આયોજન કરાયું હતું. હવે ગણેશોત્સવમાં ગણેશની મોટી મૂર્તિ સ્થાપવા મુદ્દે સરકારે લોકની આસ્થાને અનુલક્ષીને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલાં કોરોના કારણે સરકારે બે વર્ષથી મૂર્તિની ઉંચાઇ બાબતે નà
વિઘ્નહર્તાની વિરાટ પ્રતિમાનું થઈ શકશે સ્થાપન  રાજ્ય સરકારની મહત્ત્વની જાહેરાત
રથયાત્રા બાદ દેશમાં એક બાદ એક તહેવારોનું આગમન થઇ રહ્યું છે. બે વર્ષ બાદ રાજ્યમાં કોરોનાનું વિઘ્ન દૂર થતું દેખાઇ રહ્યું છે. આ વર્ષે અમદાવાદ રથયાત્રાનું પણ રાજ્યસરકાર દ્વારા સફળતા પૂર્વક આયોજન કરાયું હતું. હવે ગણેશોત્સવમાં ગણેશની મોટી મૂર્તિ સ્થાપવા મુદ્દે સરકારે લોકની આસ્થાને અનુલક્ષીને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલાં કોરોના કારણે સરકારે બે વર્ષથી મૂર્તિની ઉંચાઇ બાબતે નિયંત્રણ મૂક્યા છે જો કે આ વર્ષે હવે સરકારે આ નિયંત્રણો દૂર કર્યાં છે. 2021માં 4 ફૂટની ઊંચાઈ જાહેરમાં તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઈની ગણેશ મૂર્તિની સ્થાપના નક્કી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશ ચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરાયા છે.
Advertisement



કોરોનાના કારણે મુકાયું હતું નિયંત્રણ
રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા નિયત કરાઇ હતી. જેમાં જાહેર સ્થળોએ થતા ગણેશ પાંડલાોમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા  રાજ્ય સરકારે નક્કી કરી હતી. 

 હાલમાં કોરોનાના કોઈ નિયંત્રણ નથી
કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો 31 માર્ચ 2022 પછી હટાવી દેવામાં આવ્યાં હતાં. ત્યારે આજે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે આગામી તહેવારોમાં લોકો બે વરેષ બાદ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકેશે. આ માટે સરકારે નિયંત્રણો દૂક કર્યા છે. જો કે ગુજરાતમાં હવે ગણેશચતુર્થીના તહેવારો નજીકમાં છે ત્યારે  આ વર્ષે ઉત્સવ દરમિયાન જાહેર સ્થળો પરના પાંડલોમાં કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશમૂર્તિની ઊંચાઈ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં રહેશે નહીં. જોકે ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા તથા એના વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલાં  સૂચનોનો અમલ કરવાનો રહેશે.  
 
Tags :
Advertisement

.