ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હેક, પર્સનલ ચેટ થઇ વાયરલ
ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. વળી ચહલ દ્વારા કરવામાં આવેલી તેની પર્સનલ ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. હવે તમે વિચારતા હશો કે આવું કોઇ હેકર સિવાય કોણ કરી શકે. પરંતુ અહીં તમે ખોટા છો. જીહા, ટીમ ઈન્ડિયાના આ સ્ટાર સ્પિનરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કોઇ હેકર નહીં પણ IPL ન
ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. વળી ચહલ દ્વારા કરવામાં આવેલી તેની પર્સનલ ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. હવે તમે વિચારતા હશો કે આવું કોઇ હેકર સિવાય કોણ કરી શકે. પરંતુ અહીં તમે ખોટા છો.
જીહા, ટીમ ઈન્ડિયાના આ સ્ટાર સ્પિનરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કોઇ હેકર નહીં પણ IPL ની રાજસ્થાન રોયલ્સની ટીમે જ કર્યું છે. રાજસ્થાન રોયલ્સે મંગળવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર યુઝવેન્દ્ર ચહલના ઇન્સ્ટાગ્રામના ચેટ વિભાગનો સ્ક્રીનશોટ શેર કર્યો. આ સ્ક્રીનશૉટમાં ધનાશ્રી, સંજુ સેમસન, એમએસ ધોની, રોહિત શર્મા અને જોસ બટલરે ચહલને મોકલેલા ફની મેસેજ જોવા મળે છે. વળી IPL 2022 દરમિયાન ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ હેક કર્યું હતું અને ટીમના ખેલાડીઓને ઘણા મેસેજ મોકલ્યા હતા. હવે રાજસ્થાન રોયલ્સે તેનો બદલો લઈ લીધો છે.
Advertisement
hacked @yuzi_chahal’s Instagram. Hisaab barabar 🤭😂 pic.twitter.com/dBc5Qhc6bb
— Rajasthan Royals (@rajasthanroyals) August 2, 2022
આ વાયરલ થઇ રહેલા સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે, ચહલની પત્ની ધનાશ્રીનો મેસેજ પણ જોવા મળે છે. જેમા તે લખે છે કે, "તમે અમારા વિડીયોમાં પાછા આવી ગયા?" વળી, IPLમાં તેનો સાથી ખેલાડી, જોસ બટલર, ચહલને તેની ઓરેન્જ કેપ પરત કરવા માટે કહી રહ્યો છે. આ સિવાય આ સ્ક્રીનશૉટમાં દેખાઈ રહ્યું છે કે ધોની ચહલને કોઈ વાત પર અભિનંદન આપી રહ્યો છે, જ્યારે રોહિતે યુજીને ઈન્સ્ટાગ્રામ ડિલીટ કરવાની સલાહ આપી છે. આ પોસ્ટ શેર કરતા રાજસ્થાન રોયલ્સે કેપ્શનમાં લખ્યું કે, યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ હેક થયું. હિસાબ બરાબર."
આ બધું જ IPL ની ટીમ રાજસ્થાન રોયલ્સ દ્વારા મજાકમાં કરવામાં આવ્યું છે અને આ સ્ક્રીનશોટ નકલી છે. અગાઉ, IPL 2022 દરમિયાન, સ્ટાર સ્પિનરે મજાકમાં રાજસ્થાનનું ટ્વિટર હેન્ડલ હેક કર્યું હતું અને આજે ફ્રેન્ચાઇઝીએ તેનું એકાઉન્ટ હેક કરી હીસાબ બરાબર કર્યો છે.