Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને પહોંચી ફાઈનલમાં

કોમનવેલ્થ ગેમ્સની ક્રિકેટની રમતમાં પણ હવે ભારતનો મેડલ પાક્કો થયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બર્મિંઘમમાં રમાયેલી ટી-20મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.પહેલા બેટિંગ કરીને ભારતે 164 રન બનાવ્યા હતા ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 5
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે  સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને પહોંચી ફાઈનલમાં
કોમનવેલ્થ ગેમ્સની ક્રિકેટની રમતમાં પણ હવે ભારતનો મેડલ પાક્કો થયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બર્મિંઘમમાં રમાયેલી ટી-20મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
પહેલા બેટિંગ કરીને ભારતે 164 રન બનાવ્યા હતા 
ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રન કર્યા હતા. જેમીમાહ રોડ્રીગ્યુઝે 31 બોલમાં 44 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 160 રન જ બનાવી શક્યું હતું. કેપ્ટન નટે શિવરે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. ભારત માટે સ્નેહ રાણાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી

મંધાના અને શફાલીની ઝંઝાવાતી ભાગીદારી
સ્મૃતિ મંધાના અને શફાલીએ ભારતીય ટીમને ધમાકેદાર શરુઆત અપાવી હતી. આ બંનેએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 7.5 ઓવરમાં 76 રન જોડ્યા હતા. ફ્રેયા કેમ્પે શેફાલીની વિકેટ લીધી હતી. મંધાનાને નતાલી સાયવરે પેવેલિયનમાં પરાજય બતાવ્યો. તે પછી ભારતીય ઈનિંગ થોડી ધીમી પડી ગઈ હતી. ભારતના 100 રન 13 ઓવરમાં જ પૂરા થઈ ગયા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 20 બોલમાં 20 રન બનાવી આઉટ થઈ હતી. જેમીમા પણ શરૂઆતમાં ધીમી રમત રમી હતી પરંતુ બાદમાં તે ગતિ વધારવામાં સફળ રહી હતી. દીપ્તિ શર્માએ 20 બોલમાં 22 રન બનાવ્યા હતા.
ફાઈનલમાં ભારત જીતશે તો ગોલ્ડ અને હારશે તો મળશે સિલ્વર
કોમનવેલ્થ ગેમ્સમાં પહેલી વાર ક્રિકેટની રમતને સામેલ કરાઈ છે. જો ભારત ફાઈનલમાં જીતશે તો તેને ગોલ્ડ અને હારશે તો તેને સિલ્વર મળશે. આમ રીતે સેમિફાઈનલની જીતે ભારતનો મેડલ પાક્કો કર્યો છે. 
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 11
ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન : શફાલી વર્મા, સ્મ્રિતિ મંધાના, જેમિમાહ રોડ્રીગ્યુઝ, હરમનપ્રીત કૌર કેપ્ટન, તાનિયા ભાટિયા વિકેટકિપર, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, સ્નેહ રાણા, મેઘના સિંઘ, રેણુકા સિંઘ.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન : ડેનિયલ વાયટ, સોફિયા ડંકલી, એલિસે કેપ્સી, નતાલી શિવાર કેપ્ટન, એમી જોન્સ વિકેટકિપર, માયા બાઉચર, કેથરિન બ્રન્ટ, સોફી એક્લેસ્ટન, ફ્રેયા કેમ્પ, ઈઝી વોંગ, સારાહ ગ્લેન.
Advertisement

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ
હવે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલમાં યોજાશે અને આ બન્નેમાંથી જે ટીમ જીતશે તે ફાઈનલમાં ભારત સામે ટકરાશે. 
Tags :
Advertisement

.