Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટનની લિસ ટ્રસ સરકારમાં એક માત્ર ભારતીય મહિલાનો સમાવેશ

બ્રિટન( Britain)ના નવનિયુક્ત વડા પ્રધાન લિઝ ટ્રસે (Lis Truss) મંગળવારે તેમના કેબિનેટની જાહેરાત કરી હતી. લિઝે ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન ( Suella Braverman )ને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય મંગળવારે લિઝ દ્વારા અન્ય મંત્રીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સુએલા બ્રેવરમેનના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.  ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ વિભાગ માનવામાં આવે છે અને બોરિસ જોન્સનની સરકારમાં,
બ્રિટનની લિસ ટ્રસ સરકારમાં એક માત્ર ભારતીય મહિલાનો સમાવેશ
બ્રિટન( Britain)ના નવનિયુક્ત વડા પ્રધાન લિઝ ટ્રસે (Lis Truss) મંગળવારે તેમના કેબિનેટની જાહેરાત કરી હતી. લિઝે ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન ( Suella Braverman )ને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય મંગળવારે લિઝ દ્વારા અન્ય મંત્રીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સુએલા બ્રેવરમેનના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.  ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ વિભાગ માનવામાં આવે છે અને બોરિસ જોન્સનની સરકારમાં, સુએલા પહેલા પ્રીતિ પટેલ આ પદ પર હતા. લિઝ પીએમ તરીકે ચૂંટાયા બાદ સોમવારે તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની ચૂંટણીમાં શરૂઆતમાં ટ્રસ સામે ઊભા રહેલા બ્રેવરમેને સ્પર્ધામાંથી બહાર નિકળ્યા બાદ  ભૂતપૂર્વ નાણા પ્રધાન અને ભારતીય મૂળના ઋષિ સુનકના બદલે ટ્રસને ટેકો આપ્યો હતો.જેથી એવું માનવામાં આવી રહ્યું હતું કે સુએલા બ્રેવરમેનને લિઝ ટ્રસની કેબિનેટમાં મહત્વપૂર્ણ પદ મળી શકે છે. મંગળવારે, લિઝે, અપેક્ષા મુજબ, બ્રેવરમેનને ગૃહ પ્રધાન જેવો મહત્વપૂર્ણ પદ આપ્યો. આ સિવાય ટ્રસની ટોચની ટીમમાં થેરેસી કોફીને નાયબ વડાપ્રધાન અને ક્વાસી ક્વાર્ટેંગને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. જેમ્સ ક્લેવરલીને વિદેશ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. વેન્ડી મોર્ટનને ટ્રેઝરીના સંસદીય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ટોરી પક્ષના ચીફ વ્હીપ બન્યા છે.
42 વર્ષીય સુએલા બ્રેવરમેન ગોવા અને તમિલ વારસાના છે. તે આ પહેલા પણ ઘણા મહત્વના હોદ્દા પર રહી ચુક્યા છે. તે બોરિસ જોન્સનની સરકારમાં તેઓ એટર્ની જનરલ હતા. સુએલા બ્રેવરમેને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધા પછી 2018માં રોયલ બ્રેવરમેન સાથે લગ્ન કર્યા. તેઓ બૌદ્ધ ધર્મના છે. બ્રેવરમેને પોતાના રાજકારણના અભિયાનના વિડીયોમાં પોતાના માતા-પિતા વિશે કહ્યું હતું કે તેઓ બ્રિટનને  પ્રેમ કરે છે. તેમણે અહીં આશા જોઈ હતી અને તેમને અહીં સુરક્ષા મળી હતી. આ દેશે તેમને તક આપી છે.
Advertisement
Tags :
Advertisement

.